ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો,
મુંબઈ.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં બહુચર્ચિત ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદામાં કોર્ટે ત્રણ આઇપીએસ અધિકારીઓને ડિસ્ચાર્જ કર્યા છે.
સીબીઆઇ કોર્ટે કહ્યું કે,ઇશરત જહાં એ લશ્કર-એ-તોયબાની આતંકવાદી હતી તે શક્યતાને નકારી શકાય નહીં.માટે જ કોર્ટે નિવૃત્ત DYSP તરુણ બારોટ, જીએલ સિંગલ અને અનુજ ચૌધરીને ડિસ્ચાર્જ કર્યા છે. આ કેસમાં સીબીઆઇ કોર્ટે પૂર્વ આઈપીએસ ડી.જી. વણઝારા અને એન. કે.અમીનને પણ દોષમુક્ત જાહેર કર્યા હતા.
વર્ષ 2004માં અમદાવાદ નોબલ નગર પાસે મુંબઈની વતની ઈશરત જહાં, જાવેદ શેખ, અહમદ અલી રાણા અને જીશાન જોહર પર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું રચ્યા નો આક્ષેપ કરીને એન્કાઉન્ટર કર્યું હતું.