Site icon

CBI New Chief : CBI ના નવા ચીફ કોણ હશે? પીએમ મોદી, રાહુલ ગાંધી અને સીજેઆઈ વચ્ચે ન સધાઈ સર્વસંમતિ,,

CBI New Chief Centre likely to extend CBI chief Praveen Sood's tenure, Rahul Gandhi submits dissent note Sources

CBI New Chief Centre likely to extend CBI chief Praveen Sood's tenure, Rahul Gandhi submits dissent note Sources

News Continuous Bureau | Mumbai

CBI New Chief : સોમવારે CBI એટલે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના આગામી વડાની નિમણૂક માટે એક બેઠક યોજાઈ હતી, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, CJI સંજીવ ખન્ના અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાગ લીધો હતો. એવા અહેવાલો છે કે બેઠક દરમિયાન એજન્સીના આગામી વડાના નામ પર સર્વસંમતિ થઈ શકી નથી.  

CBI New Chief : સભ્યો સૂદનો કાર્યકાળ વધારવા માટે સંમત

અહેવાલ છે કે સૂદને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવી શકે છે. બેઠકમાં ત્રણ સભ્યોની પેનલે કેટલાક IPS અધિકારીઓના નામો પર વિચાર કર્યો હતો, પરંતુ કોઈ નામ અંતિમ સ્વરૂપ આપી શકાયું ન હતું. આ પછી બધા સભ્યો પ્રવીણ સૂદનો કાર્યકાળ વધારવા માટે સંમત થયા.  

CBI New Chief : પ્રવીણ સૂદનો  કાર્યકાળ 25 મેના સમાપ્ત થશે 

બેઠકમાં શું ચર્ચા થઈ તે સ્પષ્ટ નથી, પરંતુ અહેવાલ છે કે રાહુલ ગાંધી કાર્યકાળ લંબાવવાના પક્ષમાં નથી તે સમજી શકાયું. સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું માનવામાં આવે છે કે સરકારે વર્તમાન ડિરેક્ટરને એક વર્ષનો કાર્યકાળ વધારવાનો આગ્રહ રાખ્યો છે. પ્રવીણ સૂદનો બે વર્ષનો કાર્યકાળ 25 મેના રોજ સમાપ્ત થાય છે.

આ સમાચાર પણ વાંચો :  Monsoon 2025: આનંદો! દેશમાં સમય કરતા પહેલા થશે ચોમાસાની એન્ટ્રી, જાણો મુંબઈમાં ક્યારે થશે આગમન

CBI New Chief : CBI ડિરેક્ટરની કેવી રીતે થાય છે નિમણુંક 

કર્ણાટક કેડરના 1986 બેચના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી પ્રવીણ સૂદ, CBI ડિરેક્ટર તરીકે નિમણૂક પહેલાં કર્ણાટકના પોલીસ મહાનિર્દેશક (DGP) હતા. તેમણે 25 મે 2023 ના રોજ CBI ના ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો. નોંધનીય છે કે સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ સભ્યોની નિમણૂક સમિતિની ભલામણ પર કરવામાં આવે છે. આ સમિતિની અધ્યક્ષતા પ્રધાનમંત્રી કરે છે અને તેમાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશનો સમાવેશ થાય છે.

Exit mobile version