Site icon

CBI Raid: નકલી પાસપોર્ટ કેસમાં CBIની મોટી કાર્યવાહી, બંગાળ અને સિક્કિમમાં આટલા સ્થળો પર દરોડા.. જાણો શું છે આ સમગ્ર મામલો… વાંચો વિગતે અહીં..

CBI Raid: કેન્દ્રીય તપાસ એજન્સીએ ફર્જી અને નકલી પાસપોર્ટના મામલામાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ શુક્રવારે સાંજે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં લગભગ 50 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને આ કેસમાં તપાસ એજન્સીની કાર્યવાહી હજુ પણ ચાલુ છે.

CBI Raid CBI's big action in fake passport case, raids at 50 locations in Bengal and Sikkim

CBI Raid CBI's big action in fake passport case, raids at 50 locations in Bengal and Sikkim

News Continuous Bureau | Mumbai 

CBI Raid: કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ ફર્જી અને નકલી પાસપોર્ટ (Fake Passport) ના મામલામાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ શુક્રવારે સાંજે પશ્ચિમ બંગાળ (West Bengal) અને સિક્કિમ (Sikkim) માં લગભગ 50 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને આ કેસમાં તપાસ એજન્સીની કાર્યવાહી હજુ પણ ચાલુ છે. મળતી માહિતી મુજબ, સીબીઆઈએ (CBI) આ મામલામાં એક વચેટિયાની સાથે સિલીગુડીના પાસપોર્ટ સેવા લઘુ કેન્દ્ર (PSLK)ના વરિષ્ઠ અધિક્ષકની ધરપકડ કરી છે. સીબીઆઈ અધિકારીએ જણાવ્યું હતું કે કથિત રીતે લાંચ લઈને બિન-નિવાસી સહિત અયોગ્ય વ્યક્તિઓને બનાવટી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ જારી કરવાના કેસમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં 16 અધિકારીઓ સહિત 24 વ્યક્તિઓના નામ આપવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કોલકાતા, સિલીગુડી, ગંગટોક અને અન્ય સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

Join Our WhatsApp Community

અગાઉ મમતા સરકારના એક મંત્રીના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા….

અગાઉ 8 ઓક્ટોબરના રોજ CBIએ રાજ્યમાં નાગરિક સંસ્થાની ભરતીમાં ( Civil Organization recruitment ) કથિત અનિયમિતતાના સંબંધમાં પશ્ચિમ બંગાળના મંત્રી ફિરહાદ હકીમ ( Firhad Hakim ) અને ધારાસભ્ય મદન મિત્રાના ઘર પર દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહાનગરપાલિકામાં ભરતીમાં થયેલા કૌભાંડ મામલે CBIએએ આ કાર્યવાહી કરી હતી. બે વર્ષ પહેલા પણ ફિરહાદ સીબીઆઈના ચંગુલમાં ફસાઈ ચૂક્યો હતો. ત્યારબાદ કેન્દ્રીય તપાસ એજન્સીએ નારદા કૌભાંડમાં તેમની પૂછપરછ કરી હતી અને હવે CBIએએ નાગરિક સંસ્થાની ભરતી કેસમાં તેમની સંડોવણીને લઈને તેમના ઘરે દરોડા પાડ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Operation Ajay: ઈઝરાયેલ-હમાસના યુદ્ધ વચ્ચે ભારતનું ઓપરેશન ‘અજય’ તેજ, આજે વધુ આટલા ભારતીયો પહોંચ્યા દિલ્હી..

અગાઉ, હકીમ અને મદન મિત્રા બંનેની 2021માં નારદા સ્ટિંગ ઓપરેશન કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 2014માં શારદા ચિટ ફંડ કૌભાંડમાં પણ સીબીઆઈ દ્વારા મિત્રાની ધરપકડ કરવામાં આવી હતી. આ વર્ષે 21 એપ્રિલના રોજ કલકત્તા હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચે સીબીઆઈને મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી કૌભાંડ કેસની તપાસ હાથમાં લેવાનો આદેશ આપ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અરજીના આધારે આદેશ આપવામાં આવ્યો હતો. જો કે, બંગાળ સરકારે આક્ષેપ કર્યો હતો કે ન્યાયમૂર્તિ ગંગોપાધ્યાય પાસે મ્યુનિસિપલ કેસોની સુનાવણી કરવાનો કોઈ અધિકારક્ષેત્ર નથી.

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version