Site icon

સર્ચ એન્જિન ગુગલની દાદાગીરી – સરકારે ફટકાર્યો 1337 કરોડનો તગડો દંડ- જાણો શું છે કારણ 

google-will-be-able-to-shorten-long-articles-with-the-help-of-sge-ai-is-going-to-change-the-way-of-searching

google-will-be-able-to-shorten-long-articles-with-the-help-of-sge-ai-is-going-to-change-the-way-of-searching

News Continuous Bureau | Mumbai

 વિશ્વનું સૌથી મોટું સર્ચ એન્જિન ગૂગલ(Search engine google)ની ડિજિટલ બજારમાં મજબૂત સ્થિતિ છે. જેનાથી કોઈ અજાણ નથી કારણ કે આજના ટેકનોલોજી(Technology world)ના યુગમાં માણસને ડગલે ને પગલે ગૂગલની જરૂર પડે છે. દરમિયાન કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા(CCI)એ સર્ચ એન્જિન ગૂગલ સામે લાલ આંખ કરી છે. કમિશને ગૂગલને 1 હજાર 337 કરોડ રૂપિયાનો દંડ (Fine) ફટકાર્યો છે. ગૂગલ પર બજારમાં તેની સ્થિતિનો દુરુપયોગ કરવાનો આરોપ છે. ગૂગલ પર એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ ઇકોસિસ્ટમ(Eco system) માં તેની સ્થિતિનો દુરુપયોગ કરવાનો આરોપ છે. તેના પરથી આ કાર્યવાહી કરવામાં આવી છે. વધુમાં, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI) એ ગૂગલને તેની ગેરવર્તણૂક સુધારવાની સલાહ આપી છે. 

Join Our WhatsApp Community

 

કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ કહ્યું કે ગૂગલે નોન-ઓએસ વેબ-સ્પેસિફિક વેબ બ્રાઉઝર માર્કેટ(Non-OS web-specific web browser market)માં તેનું વર્ચસ્વ વધારવા માટે એપ સ્ટોર માર્કેટમાં તેની પ્રબળ સ્થિતિનો દુરુપયોગ કર્યો છે. આ જ કારણસર ગૂગલ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. હવે ગૂગલને મર્યાદિત સમય ફાળવવામાં આવ્યો છે. આ દરમિયાન તેમને ભૂલ સુધારવાની તક આપવામાં આવી છે. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગૂગલ દ્વારા 1 હજાર 337.76 કરોડ રૂપિયાનો નાણાકીય દંડ પણ વસૂલવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઇ મેટ્રોમાં પગ મુકવાની પણ જગ્યા નહોતી- તેમ છતાં આ યુવાને પોતાના માટે અલગ જ અંદાજમાં બનાવી જગ્યા- તમે પણ જુઓ કઈ રીતે કર્યો જુગાડુ

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગૂગલ સામે તપાસના આદેશ જારી કરવામાં આવ્યા હતા. આ જ મહિનામાં ગૂગલ વિરુદ્ધ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ 8 ઓક્ટોબરના તેના આદેશમાં તપાસ રિપોર્ટ સબમિટ કરવા માટે નિર્દેશો આપ્યા હતા. આ રિપોર્ટ પોલીસ મહાનિર્દેશકને આપવામાં આવશે.

 

India-US Trade Deal: “પોતાના પર વિશ્વાસ હોય તો બધું જ શક્ય છે…”: અમેરિકા સાથેની ટ્રેડ ડીલ બાદ PM મોદીએ આપ્યો આત્મવિશ્વાસનો મંત્ર
India-US Trade Deal: મોદી-ટ્રમ્પની ટ્રેડ ડીલ: હવે અમેરિકાના બજારોમાં ગુંજશે ‘મેક ઇન ઇન્ડિયા’નો નાદ! જાણો ખેડૂતો અને નાના વેપારીઓને કેવી રીતે થશે સીધો ફાયદો
Budget Passing Process: સંસદમાં બજેટ કેવી રીતે પસાર થાય છે?જાણો રજૂઆતથી લઈને રાષ્ટ્રપતિની મંજૂરી સુધીની સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ
Sadhvi Prem Baisa Death Case: સાધ્વી પ્રેમ બાઈસા કેસમાં નવો વળાંક! શું છેલ્લી રાત્રે જમવામાં અપાયું હતું ઝેર? બંધ આઈફોન ખોલશે મોટા રહસ્યો
Exit mobile version