ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ડિસેમ્બર 2021
બુધવાર
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતનું નિધન થયું છે.
તમિલનાડુના કુનુરમાં એરફોર્સનું હેલિકોપ્ટપ ક્રેશ બાદ જનરલ રાવત ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા.
તેમની સાથે હેલિકોપ્ટરમાં પત્ની અને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સહિત 14 લોકો સવાર હતા.
એરફોર્સે ટ્વિટ કરી આ જાણકારી આપી છે.
એરફોર્સે કહ્યું કે 14માંથી 13 લોકોના મોત થયા છે. એકની સારવાર ચાલી રહી છે.
