News Continuous Bureau | Mumbai
IRCTC: મિલેટ્સના ( Millets ) આંતરરાષ્ટ્રીય વર્ષની ( International Year ) ઉજવણી નિમિત્તે ગોદરેજ ટાયસન ફૂડ્સ લિમિટેડ ( godrej tyson foods limited ) (જીટીએફએલ)ની ફ્રોઝન રેડી-ટુ-કૂક પ્રોડક્ટ્સની ( frozen ready-to-cook products ) અગ્રણી બ્રાન્ડ ગોદરેજ યમીઝ ( Godrej Yummiez ) અને ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (IRCTC ) દ્વારા પ્રવાસી ( tourist ) ટ્રેનોમાં મિલેટ પેટ્ટી ( Millet belt ) લાવવા માટે જોડાણ કરવામાં આવ્યું છે. આ વર્ષે અગાઉ રજૂ રજૂ કરાયેલી ગોદરેજ યમીઝ મિલેટ પેટ્ટીને ઘેર ઘેર અદભુત પ્રતિસાદ મળ્યો છે, જેમણે જુવાર અને બાજરા જેવા મિલેટ્સમાંથી બનાવવામાં આવેલી પોષક અને સ્વાદિષ્ટ પેટ્ટીની સરાહના કરી છે. આ સફળતાને વધુ આગળ લઈ જતાં ગોદરેજ યમીઝ અને આઈઆરસીટીસી વચ્ચે જોડાણ થકી મિલેટ પેટ્ટી હવે મુંબઈ- દિલ્હી- મુંબઈ માર્ગમાં રાજધાની અને ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનોમાં નાસ્તામાં પીરસવામાં આવશે.
( Godrej Yummiez ) ગોદરેજ યમીઝે નાવીન્યપૂર્ણ નાસ્તાના વિકલ્પ તરીકે મિલેટ પેટ્ટી વિકસાવી છે. આ નાસ્તો પ્રિઝર્વેટિવ્ઝ વિના તાજો રહે તે માટે ઈન્ડિવિજ્યુઅલ ક્વિક ફ્રીઝ (આઈક્યુએફ) ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. ઉચ્ચ રેસાની માત્રા અને વિટામિનોથી ભરપૂર હર્બ્સ અને મસાલાઓના સ્વાદિષ્ટ સંમિશ્રણ સાથે મિશ્રિત મિલેટ સાથે આ પેટિસ નિશ્ચિત જ નાસ્તાને વધુ સ્વાદિષ્ટ અને પોષક બનાવશે.
રાજધાની અને ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનો ભારતીય રેલવે નેટવર્કમાં પ્રતિકાત્મક વારસો છે, જે તેમની ઉત્તમ સેવા અને સ્વાદિષ્ટ ખાદ્ય માટે જ્ઞાત છે. હવે ગોદરેજ યમીઝ અને આઈઆરસીટીસી વચ્ચે ભાગીદારી મિલેટ્સ અપનાવવાનું વધારવા સાથે સૌથી વ્યાપક રેલવે નેટવર્કમાં પણ તેના મહત્ત્વને પ્રમોટ કરશે. આ જોડાણ રાજધાની અને ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનોના મુંબઈ- દિલ્હી- મુંબઈ માર્ગો પર પાઈલટ પ્રોગ્રામ તરીકે રજૂ કરાયો છે. આ પહેલ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી વચ્ચે પ્રવાસ કરતા હજારો પ્રવાસીઓને પહોંચી વળશ.
ગોદરેજ ટાયસન ફૂડ્સ લિમિટેડના સીઈઓ અભય પારનેરકરે જણાવ્યું હતું કે, “થોડા સમય પૂર્વે સુધી મિલેટ્સ અપનાવવાનું ઓછું હતું, કારણ કે તે સ્વાદિષ્ટ નથી અને પકવવામાં આસાન નથી એવું ધારવામાં આવતું હતું. જોકે હવે તેમાં આમૂલ પરિવર્તન આવ્યું છે અને દરેક ઘરમાં મિલેટ્સની સારપને અપનાવવામાં આવી રહી છે. અમે રેડી-ટુ-કૂકની સુવિધાજનક ફોર્મેટમાં મિલેટ્સની પોષકતાને એકત્ર લાવીને અને તેને સમૂહ સ્વીકાર્ય પેટ્ટી પ્રકારમાં રજૂ કરીને તેને અપનાવવાનું વધારવા માટે ટેકો આપ્યો છે. ગોદરેજ યમીઝ મિલેટ પેટ્ટી પ્રિઝર્વેટિવ મુક્ત નાસ્તો છે, જે નાવીન્યતા, પોષણ અને સુવિધાની અમારી કટિબદ્ધતાનું પ્રતિક છે.”
તેમણે ઉમેર્યું કે, “અમને રાજધાની અને ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનોમાં પ્રવાસીઓને સ્વાદિષ્ટ ગોદરેજ યમીઝ મિલેટ પેટ્ટી પીરસવાની ખુશી છે. આઈઆરસીટીસી દેશભરમાં ટ્રેનોની સૌથી મોટી કેટરિંગ કામગીરીમાંથી એક ધરાવતી સૌથી પ્રતિષ્ઠિત સંસ્થા છે. આઈઆરસીટીસી સાથે અમારી ખાસ ભાગીદારી તેમની વ્યાપક પહોંચ અને ગોદરેજ યમીઝની રસોઈકળા ઉત્કૃષ્ટતા સાથે રેલવે કેટરિંગમાં નિપુણતાને જોડીને મિલેટ્સનો ઉત્તમ ખાદ્ય અનુભવ આપે છે.”

Celebrating the International Year of Millets, Godrej Yummys and IRCTC partner to serve Yummy Millet patties on Rajdhani and August Kranti trains
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરીઝમ કોર્પોરેશન (વેસ્ટર્ન ઝોન)ના ગ્રુપ જનરલ મેનેજર શ્રી રાહુલ હિમાલિયને જણાવ્યું હતું કે, “આ મિલેટ્સનું આંતરરાષ્ટ્રીય વર્ષ હોવાથી અમે સતત પોષણ અને સ્વાદને જોડીને અમારા ખાદ્યના મેનુમાં મિલેટ્સનો ઉમેરો કરવાની પદ્ધતિઓનું મૂલ્યાંકન કરીએ છીએ. આઈઆરસીટીસીમાં અમે હંમેશાં પ્રવાસીઓને ગુણવત્તાયુક્ત અને સ્વાદિષ્ટ ખાદ્યના સ્પ્રેડ પૂરા પાડવા માટે કટિબદ્ધ છીએ. રાજધાની અને ઓગસ્ટ ક્રાંતિ ટ્રેનોમાં ગોદરેજ યમીઝ મિલેટ પેટ્ટી પાઈલટ પ્રોગ્રામના ધોરણે પીરસવાનું શરૂ કરીને આઈઆરસીટીસીની પ્રવાસીઓને રસપ્રદ અને સ્વાદિષ્ટ મિલેટ આધારિત ખાદ્ય વિકલ્પો પૂરા પાડવાની કટિબદ્ધતા પર ભાર આપે છે. અમે પાઈલટ પ્રોગ્રામ તરીકે આ પ્રોડક્ટ રજૂ કરવામાં ગર્વ મહેસૂસ થાય છે, કારણ કે તે વ્યાપક ભારતીય રેલવેના નેટવર્કમાં આઈઆરસીટીસીની કેટરિંગ કામગીરી થકી મુખ્ય પ્રવાહના મિલેટ્સના ધ્યેયને ટેકો આપે છે. અમે સ્વાદિષ્ટ અને સુવિધાજનક રેડી-ટુ-કૂક આઈટમ ગોદરેજ યમીઝ મિલેટ પેટ્ટીનો હકારાત્મક રીતે સ્વીકાર થશે એવું ધારીએ છીએ.”
આ સમાચાર પણ વાંચો: Israel vs Palestine: વિશ્વની સર્વશ્રેષ્ઠ ગુપ્તચર સંસ્થા, હાઈટેક સરહદ સુરક્ષા… છતાં હમાસના આતંકવાદીઓની હિંમત કેવી રીતે થઈ?
શેફ વરુણ ઈનામદાર કહે છે, “મિલેટ્સ વિશે ખોટી ધારણાઓ હતી, પરંતુ હવે તે બદલાઈ રહ્યું છે. મિલેટ્સની મોટે ભાગે અવગણના થતી હોવા છતાં તે દરેકે ખાવા જેવું અતુલનીય પોષક અને સદાબહાર અનાજ છે. મિલેટ્સ લોહ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને ઝિંકનો ઉતચ્તમ સ્રોત છે. ભૂતકાળમાં લોકોને મિલેટ્સ પકવવાનું વધુ ઝંઝટમય લાગતું હતું. જોકે હવે તે પકવવાની અને આ ઉત્કૃષ્ટ અનાજ ખાવાની વિવિધ સુવિધાજનક રીત છે. મિલેટ આધારિત પોરિજથી મિલેટ સલાડ સુધી અને બેક્ડ ગૂસ્ડ સુધી સ્વાદિષ્ટ છતાં પોષક મિલેટ માણવાની હવે અલગ અલગ રીત છે. ગોદરેજ યમીઝ મિલેટ પેટ્ટી સાથે પેટિસના સ્વરૂપમાં પણ મિલેટ હવે ખાઈ શકાય છે. મિલેટ્સનો તમારો રોજનો ડોઝ મેળવવાની આ ઉત્તમ રીત છે. ઉપરાંત તે આસાન, કિફાયતી અને સંગ્રહ કરવાનું સુવિધાજનક પણ છે.”
Celebrating the International Year of Millets, Godrej Yummys and IRCTC partner to serve Yummy Millet patties on Rajdhani and August Kranti trains
આજે ગોદરેજ યમીઝના પોર્ટફોલિયોમાં 50 શાકાહારી અને માંસાહારી પ્રોડક્ટો છે. ગોદરેજ યમીઝ મિલેટ પેટ્ટી સુપરમાર્કેટ્સ અને અગ્રણી ઈ-કોમર્સ રિટેઈલ આઉટલેટ્સમાં 370 ગ્રામના પેકમાં રૂ. 180માં મળે છે. યમીઝ મિલેટ પેટ્ટી ઉત્કૃષ્ટ ગુણવત્તાની સામગ્રીમાંથી બનાવવામાં આવી છે અને પકવવા માટે તૈયાર હોય છે. તે ડીપ- ફ્રાય, એર-ફ્રાય અથવા શેલો-ફ્રાય કરીને ગરમાગરમ પીરસી શકાય છે.
ગોદરેજ ટાયસન ફૂડ્સ લિમિટેડ (જીટીએફએલ) વિશે
જીટીએફએલ 2008થી ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ અને ટાયસન ફૂડ્સ, યુ.એસ.એ.નું સંયુક્ત સાહસ છે. જીટીએફએલ ઘેરઘેર ચર્ચિત ફેવરીટ બ્રાન્ડ્સ રિયલ ગૂડ ચિકન અને યમીઝ થકી ઉત્તમ સ્વાદ, સુરક્ષા અને કિફાયતી પ્રોટીન પ્રોડક્ટો ઓફર કરે છે. તે ભારતના વિસ્તરતા ખાદ્ય ઉદ્યોગ, ઝડપી સેવાની રેસ્ટોરાં અને આધુનિક રિટેઈલરોના વિશ્વને સ્થાનિક સ્વાદ માટે કસ્ટમાઈઝ્ડ વિશ્વ કક્ષાનાં ધોરણો ખાતે નાવીન્યપૂર્ણ ખાદ્ય સમાધાન સાથે પહોંચી વળે છે. શાકાહારી અને માંસાહારી પ્રોડક્ટોની તેની વ્યાપક શ્રેણી થકી તે અમુક પ્રતિકાત્મક ભારતીય ખાદ્યપદાર્થો ઓફર કરે છે અને ગ્રાહકોના ઘરે કિફાયતી કિંમતે રેસ્ટોરાં જેવો અનુભવ લાવે છે.
આ સમાચાર પણ વાંચો: UP News: પેલેસ્ટાઈનના સમર્થનમાં AMUના વિદ્યાર્થીઓનું પ્રદર્શન, સૂત્રોચ્ચાર સાથે કરી પગપાળા યાત્રા… જુઓ વિડીયો.. વાંચો વિગતે અહીં..