Site icon

Nutrition Month : તરણેતર મેળામાં આયોજિત પ્રદર્શનમાં કરાઇ પોષણ માહની ઉજવણી

Nutrition Month : મોટા ધાનની વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન, રંગોળી અને પોષણ ગરબા દ્વારા જનજાગૃતિ

Celebration of Nutrition Month in an exhibition organized at Taranetar Mela

Celebration of Nutrition Month in an exhibition organized at Taranetar Mela

News Continuous Bureau | Mumbai 

Nutrition Month : વિશ્વ વિખ્યાત તરણેતરનાં મેળામાં ભારત સરકારનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત મલ્ટી મીડિયા પ્રદર્શન(multimedia) સ્થળ પર આઈસીડીએસનાં સહયોગથી પોષણ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

દેશભરમાં સપ્ટેમ્બર માસ પોષણ માસ તરીકે ઉજવાતો હોય આજે પ્રદર્શન દરમિયાન આઈસીડીએસ(ICDS), થાનગઢ દ્વારા મોટા ધાનથી બનાવેલી 15 જેટલી વિવિધ પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત  પોષણ શપથ, ગરબા, રંગોળી દ્વારા મુલાકાતીઓને સગર્ભા, માતા અને શિશુ તેમજ કિશોર – કિશોરીઓના પોષણ અંગે જનજાગૃતિ કરી હતી. વાનગીઓમાં વધુ પૌષ્ટિક આહાર બનાવનારાને કેન્દ્રીય સંચાર બ્યુરો સુરત દ્વારા પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા હતા. સાથે જ પોષણ જાગૃતિ અને મિશન લાઈફ અંગેની પત્રિકા, સ્વચ્છ ભારતનો સંદેશ આપતી અને પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો થાય એ માટે કાપડની બેગ અને કેપનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 

આ કાર્યક્રમમાં આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી કલ્પનાબેન શુક્લની સાથે મૂળી, લખતર અને દસાડાનાં સીડીપીઓ તેમજ થાન અને ચોટીલાનાં સુપરવાઈઝર ઉપસ્થિત રહ્યા હતાં.

આ સમાચાર પણ વાંચો : ESIC Scheme : જુલાઈ, 2023માં ESI યોજના હેઠળ 19.88 લાખ નવા કામદારો નોંધાયા

Vijay Kumar Malhotra: BJP નેતા વિજય કુમાર મલ્હોત્રા નું ૯૪ વર્ષની ઉંમરે નિધન, શિક્ષણ અને ખેલ પ્રશાસનમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન.
BSNL 4G launch: વડાપ્રધાનશ્રીએ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ આપી – મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ
African Swine Fever: કેરળના ત્રિશૂર જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફિવરની પુષ્ટિ; અગાઉ અરુણાચલ પ્રદેશમાં પણ પ્રકોપ, જાણો આ રોગ કેટલો જોખમી છે
Cheapest AIDS drug: ભારતે બનાવ્યું એઇડ્સ પરનું સૌથી સસ્તું ઔષધ; અગાઉ સારવારનો ખર્ચ ૩૫ લાખ થતો, હવે માત્ર આટલા જ રૂપિયા માં થશે ઉપલબ્ધ
Exit mobile version