Site icon

કેન્દ્રનો રાજ્યોને પત્રઃ કોરોના પ્રતિબંધક નિયંત્રણોને લઈને કહી દીધી મોટી વાત.. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,         

Join Our WhatsApp Community

ગુરુવાર,

દેશમાં કોરોનાની ત્રીજી લહેર હવે ઓસરતી જણાઈ રહી છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેથી અનેક રાજ્યોએ કોરોના પ્રતિબંધોને  હળવા કરવાનું શરૂ કર્યું છે. હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે આ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે.

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે રાજ્યોએ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવી જોઈએ અને લાદવામાં આવેલા પ્રતિબંધોને હળવા કરવાનું શરૂ કરી શકે છે. કારણ કે હવે દેશમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક પત્રમાં જણાવ્યું હતું કે દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. મંત્રાલયના પત્રમાં કોરોનાના આંકડા પણ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 27409 દર્દીઓ સામે આવ્યા છે. તો ગયા અઠવાડિયે આ સંખ્યા 50,000 થી ઉપર હતી. તે જ સમયે, 15 ફેબ્રુઆરીના રોજ પોઝિટિવિટી રેટ ઘટીને 3.63 ટકા થયો હતો.

પત્રમાં એવી સૂચના પણ આપવામાં આવી છે કે કોરોનાની સ્થિતિ પર નજર રાખો. નવા દર્દીઓની સંખ્યા અને દરરોજ નોંધાતા આંકડા  પર નજર રાખવી મહત્વપૂર્ણ છે. આ માટે, ટેસ્ટિંગ,  ટ્રેસિંગ, સારવાર, રસીકરણ અને કોરોનાના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ એવુ પણ કેન્દ્ર સરકારે પત્રમાં સ્પષ્ટ કર્યું છે.

આ દરમિયાન બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 30,615 નવા કેસ મળી આવ્યા છે. જે મંગળવારની સરખામણીમાં 11 ટકા વધુ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 82,000 લોકો સાજા થયા છે. 514 કરોડ દર્દીઓના મોત થયા છે. દેશમાં હજુ પણ 3 લાખ 70 હજાર 240 સક્રિય દર્દીઓ છે. દેશમાં કોરોના દર્દીઓનો દૈનિક પોઝિટિવિટી દર 2.45% છે.

PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Exit mobile version