ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
ભારત સરકારની હેલ્થ ડિપાર્ટમેન્ટની એક્સપર્ટ કમિટીએ રશિયા માં બનેલી કોરોના વેક્સિન સ્પુટનિક પાંચને ભારતમાં ઉપયોગની પરવાનગી આપી દીધી છે. આ વેક્સિનને હાલ ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. જોકે હજી ડીસીજીઆઈ દ્વારા મંજૂરી આપવાની બાકી છે.
ઉલ્લેખનીય છે કે અત્યારે ભારતમાં કો વેક્સિન અને કોવિશિલ્ડ એમ બે વેક્સિન ને ઉપયોગની પરવાનગી આપવામાં આવી છે.
સરકારનાં આ પગલાંને કારણે હવે મોટી સંખ્યામાં લોકો વેક્સિન લઇ શકશે.
મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં ધોરણ-૧૦ અને ૧૨ની પરીક્ષાઓ પાછળ ધકેલવામાં આવી.