Site icon

કોરોના વાયરસે ફરી મોદી સરકારની ચિંતા વધારી, આ 5 રાજ્યોને કર્યા એલર્ટ અને કહ્યું કે…

 News Continuous Bureau | Mumbai
દેશમાં કોરોના મહામારીના કેસમાં ધરખમ ઘટાડો થયો છે, પરંતુ ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. કેન્દ્ર સરકારે દેશમાં  વધતા જતા કોરોના કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે અસરગ્રસ્ત રાજ્યોને પત્ર લખ્યો છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, સ્વાસ્થ્ય સચિવે દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, કેરળ અને મિઝોરમના મુખ્ય સચિવોને વધતા કોરોના સંક્રમણને ગંભીરતાથી લેવા જણાવ્યું છે. તેમણે કોરોના રસીકરણને વધુ સઘન બનાવવા અને ક્લસ્ટર ઝોનમાં સર્વેલન્સ વધારવા માટે પણ જણાવ્યું છે. અહીં નોંધનીય છે કે આ પાંચ રાજ્યોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, તેથી કેન્દ્રએ આ પાંચ રાજ્યોને એલર્ટ કર્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા રઘવાયેલી ભાજપે હવે આ કેન્દ્રીય નેતાના હાથમાં સોંપી કમાન… જાણો વિગતે

મીડિયા રિપોર્ટ્સમાંથી એવું પણ જાણવા મળ્યું છે કે દેશમાં કોરોના નેગેટિવ આવ્યા બાદ પણ ઘણા દર્દીઓના સ્ટૂલમાં કોરોના વાયરસ જીવતો જોવા મળ્યો છે. જેના કારણે ગટરની લાઈનોમાં લાઈવ કોરોના વાયરસ હાજર છે. આ સમાચાર સામે આવ્યા બાદ નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપના ચેરમેન ડૉ. એનકે અરોરાએ મીડિયાને જણાવ્યું કે ગટર લાઈનોનું મોનિટરિંગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે આવતીકાલ થી એટલે કે 10 એપ્રિલથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ શરૂ થશે. આ સાવચેતીનો ડોઝ ખાનગી કેન્દ્રો પર લગાવવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં પણ બુસ્ટર ડોઝની સુવિધા ઉપલબ્ધ થશે. સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી છે કે જેમની ઉંમર 18 વર્ષથી વધુ છે અને તેમને કોરોનાનો બીજો ડોઝ લીધાને 9 મહિનાથી વધુ સમય થઈ ગયો છે, તેઓ કોરોનાની સાવચેતીનો ડોઝ લઈ શકે છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version