ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
દેશમાં કોરોના વાયરસ મહામારીના ખતરાને જોતાં આગામી દિવસોમાં દેશમાં રસીકરણ અભિયાન ને વધુ ગતિશીલ બનાવવા માટે કેન્દ્ર સરકારે વધુ રસીના ડોઝનો ઓર્ડર આપ્યો છે
પ્રાપ્ત જાણકારી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા રસી નિર્માતા સીરમ ઇન્સ્ટિટયૂટને કોવિડશીલ્ડના 66 કરોડ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રસીનો પુરવઠો સરકારને ડિસેમ્બર માસમાં મળશે.
ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા દર મહિને 20 કરોડ ડોઝના ઉત્પાદનની કેપેસિટી હાંસલ કરવામાં આવી છે અને એટલા માટે કેન્દ્ર સરકારને મોટા પ્રમાણમાં રસી નો પુરવઠો પૂરો પાડવા માટે કંપની સક્ષમ છે.