ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર
સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નવા વાહનો માટે ભારત સીરીઝનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે.
MORTH નોટિફિકેશન અનુસાર બીએચ સીરીઝ અંતર્ગત મોટર વ્હીકલ ટેક્સ બે વર્ષ અથવા 4,6,8 વર્ષ. આ હિસાબે લગાવામાં આવશે. આ નિયમ અંતર્ગત નવા વાહનોને BH સિરીઝમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ યોજના નવા રાજ્યમાં સ્થળાંતરણ થવા પર ખાનગી વાહનોને મફત અવરજવરની સુવિધા આપશે.
આ સિરીઝનો સૌથી વધારે ફાયદો એ વાહનના માલિકને થશે, જે નોકરી અને કામ અર્થે મોટા ભાગે એક રાજ્યથી બીજી રાજ્યમાં વસવાટ કરવા જાય છે.
BH Vehicle Series લાગૂ થયા બાદ લોકોને પોતાના વાહન માટે વારંવાર રજીસ્ટ્રેશન નંબર લેવો પડશે નહીં. આ બધા લોકો જૂના રજીસ્ટ્રેશન નંબરથી પોતાના વાહનને અન્ય રાજ્યમાં ચલાવી શકશે.
અમેરિકાએ કાબુલ હુમલાનો લીધો બદલો! IS-K ના ઠેકાણા પર એર સ્ટ્રાઈક, કાવતરાખોર આતંકીને કર્યો ઠાર
