Site icon News Continuous Bureau | Mumbai

ગૃહમંત્રાલય જાહેર કરી એડવાઇઝરી. તહેવારો પર રાજ્યોને આપી સુચના.

 દેશભરમાં કોરોના ની બીજી લહેરે કાળો કેર વર્તાવ્યો છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોના વધુ ઘાતક પુરવાર થઇ રહ્યો છે. માટે જ હવે દેશભરમાં શરૂ થતા તહેવારો માટે કેન્દ્ર સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોના મુખ્ય સચિવને પત્ર દ્વારા જાગૃત રહેવાનું સૂચન કર્યું છે.


    આ guideline હેઠળ બધા રાજ્યોએ ,હોળી,શબ -એ -બારાત,બૈશાખી તેમજ ઈદ-ઉલ-ફિત્ર જેવા તહેવારોને  ધ્યાનમાં રાખી ભીડ સામે કડક કાર્યવાહી કરવાની સુચના આપી છે.તેમજ સ્થાનિક લોકોએ કોરોનાની માર્ગદર્શિકાનું યોગ્ય રીતે પાલન કરવું ફરજિયાત છે. દરેક રાજ્યોને  કોરોનાની તપાસની પ્રક્રિયા ઝડપી બનાવવાનું પણ જણાવાયુ છે. તદુપરાંત કોરોના સંક્રમિતો ને અલગ કરી તુરંત સારવાર આપવી.
    કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દરેક જિલ્લા અધિકારીઓને જાહેર સ્થળો, કચેરીઓ, બજારો અને ગીચ  વિસ્તારોમાં નિયમોનું કડક પાલન કરવાનો આદેશ  આપ્યો છે, અને જો એ નિયમોનું પાલન ન થાય તો lockdown કરવાનો નિર્દેશ કર્યો છે.
     જો કે કેન્દ્ર સરકારની આ ગાઈડલાઈન અનુસરણ રાજ્ય સરકારે કરવાનું રહેશે.એ guideline નું પાલન કરવું એ દરેક રાજ્યની જવાબદારી છે.જો કે મહારાષ્ટ્રમાં આ guideline નું પાલન વ્યવસ્થિત રીતે થતું જોવાય છે મહારાષ્ટ્ર સરકારે નાઈટ કર્ફ્યું લગાવી દીધો, અને lockdown ની ચર્ચા પણ ચાલી રહી છે. તેમજ હોળીનો તહેવાર ઉજવવા માટે પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

Join Our WhatsApp Channel
Chief Minister Bhupendra Patel મુખ્યમંત્રી તરીકે શ્રી ભૂપેન્દ્ર પટેલના પાંચ વર્ષ પૂર્ણ, છેવાડાના માનવી સુધી પહોંચ્યો વણથંભ્યો વિકાસ
Xi Jinping’s Security And India Visit Details શી જિનપિંગના કાફલાની અંદરની ખાસ વાતો ચીની રાષ્ટ્રપતિની પર્સનલ લિમુઝિન અને ફૂડ સેફ્ટી ટીમથી લઈને ભારતના સુરક્ષા પ્રોટોકોલના અંદરના સમાચાર
PM Modi Meets Malaysian PM Anwar Ibrahim મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે કરી પીએમ મોદી સાથે મુલાકાત ડિફેન્સ ડીલ અને ભારતીય હથિયારોની ખરીદીને લઈને મોટા સમાચાર
Xi Jinping Arrives In New Delhi For BRICS Summit બ્રિક્સ સમિટ માટે શિ જિનપિંગનું નવી દિલ્હીમાં આગમન આજથી શરૂ થતી મહાસંમેલનની બેઠકો અને ગાલા ડિનરનું સંપૂર્ણ ટાઇમટેબલ જાહેર
Exit mobile version