Site icon

મોદી સરકાર લેવા જઈ રહી છે મોટો નિર્ણય, કંપનીઓના વિરોધ વચ્ચે હવે કારમાં આપવી જ પડશે આ સુવિધા; જાણો વિગતે..

News Continuous Bureau | Mumbai 

 ભારત સરકાર(Central govt) દેશમાં કારને વધુ સુરક્ષિત કરવા અને અકસ્માત(car accident)ની ઘટનાઓને ઘટાડવા માટે સરકાર કડક નિર્ણય કરવા જઈ રહી છે. ત્યારે હવે વાહન વ્યવહાર વિભાગ એક કડક નિર્ણય કરવા જઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેટલીક વાહન બનાવતી કંપનીઓના વિરોધ હોવા છતાં સરકાર ભારત(India)માં વેચનાર તમામ પેસેન્જર કારમાં ૬ એરબેગ્સ (6 airbags)ફરજિયાત કરશે. કારમાં સુરક્ષા મામલે સરકાર કોઈ રિસ્ક લેવા ઇચ્છતી નથી. આ મામલે સરકાર કોઈ કડક નિર્ણય કરવા જઈ રહી છે, અને ટૂંક જ સમયમાં નોટિફિકેશન પણ જાહેર થશે.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : હવે ઉદ્ધવ ઠાકરેના બીજા દીકરા તેજસ ઠાકરેની એન્ટ્રી. મોહિત કંબોજની ગાડી પર થયેલા હુમલા પછી આ કામ કર્યું. જાણો વિગતે

ભારત સરકારે જાન્યુઆરી ૨૦૨૨માં ગાઈડલાઈન્સ માટેનો એક ડ્રાફ્ટ જાહેર કર્યો હતો. ૧ ઓક્ટોબરથી તમામ કારમાં ૬ એરબેગ ફરજિયાત થશે. જેમાં ૪ મુસાફર એરબેગ અને ૨ કર્ટન એરબેગ સામેલ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફેબ્રુઆરી અથવા માર્ચ ૨૦૨૨માં આ ર્નિણય લેવાનો હતો, પરંતુ સરકાર વાહન બનાવતી કંપની પાસેથી ફિડબેક લઈ રહી છે. આ મામલે કંપનીઓએ કહ્યું કે, જો સરકાર તમામ ગાડીમાં ૬ એરબેગ ફરજિયાત કરશે તો નાની ગાડીઓ મોંઘી થશે. જેના કારણે સસ્તી કાર ખરીદવાનું વિચારતા ગ્રાહકોને કોઈ વિકલ્પ નહિ મળે.  

ભારત સરકાર (Indian govt)મુજબ જો તમામ કારમાં એરબેગને ફરજિયાત કરાય તો ગાડીની કિંમત(Car price)માં ૫૭૨૦ રૂપિયાનો વધારો થશે. જાેકે ઓટો માર્કેટ ડેટા પ્રોવાઈડર(Auto martket deta provider) મુજબ કારની કિંમતમાં ૧૭,૬૨૦ રૂપિયાનો વધારો થાય તેવો અનુમાન છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કંપનીઓ કિંમતમાં વધુ પ્રમાણમાં વધારો કરીને જણાવી રહી છે. મંત્રાલયે એરબેગ(Airbag in car)ના નિર્માતાઓ સાથે વાત કરી છે, કંપનીઓને ઘરેલૂ સ્તરે એરબેગ બનાવવા માટેના પણ આદેશ અપાયા છે. તેમણે કહ્યું કે, કેટલિક કંપનીઓ ભારતથી એક્સપોર્ટ થનારા વાહનોમાં વધુ એરબેગ આપે છે. જ્યારે ભારતમાં એજ ગાડીમાં એરબેગની સંખ્યા ઘટાડવામાં આવે છે. સાથે જ કારના ટોપ મોડલમાં ૪ એરબેગ અપાય છે.  

વાહન બનાવતી કંપનીઓને લોકોની સુરક્ષાને ધ્યાને રાખી ૬ એરબેગ આપવા જાેઈએ. સરકાર ફરજિયાત ન કરે તો પણ કંપનીઓએ સામેથી આવીને એરબેગ આપવા જોઈએ. સરકારને આ નિયમ એટલા માટે લાવવો પડી રહ્યો છે કે, વાહન બનાવતી કંપનીઓ પોતાની કારની સાથે સેફ્ટી ફીચર આપતી નથી. ભારતમાં છેલ્લા એક વર્ષમાં ૩૯ હજાર લોકોના એક્સિડેન્ટમાં મોત થયા છે. જેમાંથી મોટા ભાગના લોકોને માથાના ભાગે ઈજા થઈ હતી. જાે કારમાં એરબેગ હોત તો લોકોના જીવ બચી શકતા હતા.

આ સમાચાર પણ વાંચો : હવે માત્ર મળી જશે 10 મિનિટમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી, ગરમાગરમ ખાવાનું પહોંચાડવા આ કંપનીએ કરી નવી શરૂઆત.. જાણો વિગતે

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version