સંયુક્ત કિસાન મોરચાના નેતા રાકેશ ટીકૈતે કેન્દ્ર સરકાર પર મોટો આક્ષેપ કર્યો છે.
જીંદ અને નરવાના વચ્ચે આવેલા ખાટકર ટોલમાં ખેડૂતોને સંબોધન કરતાં ટિકૈતે કહ્યું કે, 'કેન્દ્ર સરકાર જીંદની આસપાસ દિલ્હીની સરહદો પર જતા ખેડૂત આંદોલનને સ્થળાંતરિત કરવા માંગે છે.’
સાથે તેમણે કેન્દ્રને પડકાર ફેંક્યો છે કે તેઓ સરકારના આ પગલાને સફળ થવા દેશે નહીં.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ટિકૈતે કહ્યું હતુ કે 5 જૂને, ત્રણ નવા કૃષિ કાયદાના અમલના એક વર્ષ પૂરા થવા પર, આખા રાજ્યમાં સાંસદો, ધારાસભ્યો અને ભાજપના મંત્રીઓ અને તેમના સાથીઓના નિવાસસ્થાનોની બહાર કાયદાની નકલો સળગાવી ખેડુતો વિરોધ કરશે.
