Site icon

મોટા સમાચાર- જો તમારું મેરેજ સર્ટિફિકેટ આ સંસ્થાએ આપ્યું હશે તો રદબાત્તલ ગણાશે

 

 News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

મધ્ય પ્રદેશના(Madhya Pradesh) એક પ્રેમલગ્નના કેસની(love marriage case) સુનાવણીમાં રજૂ કરવામાં આવેલું આર્ય સમાજનું(Arya Samaj) મેરેજ સર્ટિફિકેટ(Marriage certificate) સુપ્રીમ કોર્ટે(Supreme Court) માન્ય રાખ્યુ નથી. તેમ જ કોર્ટે ટકોર પણ કરી છે કે આર્ય સમાજનું કાર્ય અને અધિકાર ક્ષેત્ર લગ્નનું પ્રમાણપત્ર આપવાનું નથી, એ કામ નિયત સરકારી વિભાગ જ કરી શકે છે. લગ્ન પહેલાં ભારતના બંધારણ(Constitution of India) પ્રમાણે વિગતોની ચકાસણી કરવાની ટકોર પણ સુપ્રીમ કોર્ટે આર્ય સમાજને કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં મધ્યપ્રદેશના એક પ્રેમલગ્નના કેસની સુનાવણી થઈ હતી. મધ્યપ્રદેશના એક યુવકે ૧૮ વર્ષથી ઓછી વયની કિશોરી સાથે આર્ય સમાજમાં પ્રેમલગ્ન કર્યા હતા. કિશોરીના પરિવારે યુવક સામે પોક્સો(POCSO) હેઠળ અપહરણ-રેપની(Abduction-Rape) ફરિયાદ નોંધાવી હતી. એ મુદ્દો મધ્યપ્રદેશમાં હાઈકોર્ટ(Highcourt) સુધી પહોંચ્યો હતો. યુવકની દલીલ  હતી કે કિશોરીએ તેની મરજીથી લગ્ન કર્યા હતા. હાઈકોર્ટે એ માન્ય રાખીને યુવકને જામીન આપ્યા હતા. જોકે મધ્યપ્રદેશ હાઈકોર્ટે આર્યસમાજે જારી કરેલું લગ્નનું પ્રમાણપત્ર અમાન્ય ઠેરવ્યું ન હતું. એ સમયે હાઈકોર્ટે આર્યસમાજને સૂચન કર્યું હતું કે લગ્ન સર્ટિફિકેટમાં ભારતના મેરેજ એક્ટ(Marriage Act)-૧૯૫૪ના સેક્શન ૫,૬, ૭ અને આઠને સામેલ કરે તે વધુ યોગ્ય ગણાશે.

એ પછી એ ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. સુપ્રીમ કોર્ટે આર્યસમાજના લગ્ન પ્રમાણપત્રને માન્ય રાખવાનો ઈનકાર કર્યો હતો. યુવકે મધ્ય ભારતીય આર્ય પ્રતિનિધિસભાએ જારી કરેલું લગ્ન પ્રમાણપત્ર કોર્ટમાં રજૂ કર્યું હતું, સુપ્રીમ કોર્ટે તેને માન્ય ગણ્યું ન હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લગ્ન પ્રમાણપત્ર આપવું તે આર્યસમાજના અધિકારક્ષેત્રની બહાર છે. આર્યસમાજને લગ્નનું પ્રમાણપત્ર આપવાનો બંધારણીય અધિકાર અપાયો નથી. સુપ્રીમ કોર્ટે એ કેસમાં લગ્નનું સરકાર માન્ય પ્રમાણપત્ર રજૂ કરવાનો આદેશ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : અનાજની તંગીનો સામનો કરી રહેલા આ દેશે ભારતને નુકસાનીથી બચાવી લીધુ- તુર્કીએ રિજેક્ટ કરેલા ઘઉં હોંશે હોંશે ખરીદી લીધા- જાણો વિગતે

સુપ્રીમ કોર્ટે અગાઉ જ હાઈકોર્ટના ચુકાદા સામે સ્ટે આપી દીધો હતો. એ પછી આર્યસમાજને પણ તેમનો પક્ષ રજૂ કરવાનું કહેવાયું હતું. આર્ય સમાજે સુપ્રીમમાં દલીલ કરી હતી કે ભારતમાં ૧૯૩૭થી આર્ય સમાજના મંદિરોમાં લગ્નો થઈ રહ્યા છે. જ્યારે ભારતના બંધારણમાં હિન્દુ મેરેજ એક્ટ લાગુ થયો ન હતો તે પહેલાંથી જ આર્યસમાજના લગ્નોને માન્ય રાખવામાં આવે છે.

સ્પેશિયલ મેરેજ એક્ટને(Special Marriage Act) સર્ટિફિકેટમાં સામેલ કરવાનું આર્યસમાજ માટે જરૂરી નથી. જો બેમાંથી કોઈ એક હિન્દુ(Hindu) હોય તો એ આર્ય સમાજમાં લગ્ન કરી શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતના ટંકારામાં ૧૮૨૪માં જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીએ(Maharshi Dayanand Saraswati) દેશમાં ધાર્મિક સુધારણાના(Religious Reformation) સમયગાળામાં ૧૦મી એપ્રિલ, ૧૮૭૫માં આર્ય સમાજની સ્થાપના કરી હતી. વૈદિક મૂલ્યોના આધારે બનેલું આર્ય સમાજ એ પ્રકારનું દેશનું પ્રથમ હિન્દુ સંગઠન હતું. પરંપરાગત હિન્દુ ધર્મમાં દયાનંદ સરસ્વતીએ નવીનતા લાવીને દેશભરમાં ગુરુકુળ પદ્ધતિથી શિક્ષણ આપવાની પણ શરૂઆત કરી હતી. આજે આર્ય સમાજની પદ્ધતિને અનુસરતા ૮૦ લાખથી એક કરોડ અનુયાયીઓ દેશ-વિદેશમાં વસતા હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ED એ જારી કર્યું નવું સમન્સ- હવે આ તારીખે પૂછપરછ માટે કોંગ્રેસ નેતાને બોલાવ્યા-જાણો શું છે કારણ 

 

Ram Temple: ઐતિહાસિક ક્ષણ: પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે ‘ધ્વજારોહણ’, PM મોદી રામ મંદિરના શિખર પર ફરકાવશે ૨૨ ફૂટનો ભવ્ય ધર્મ ધ્વજ, જાણો કાર્યક્રમની સંપૂર્ણ વિગતો
Wada police action: વાડા પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી; ઝારખંડના ડ્રાઇવરની ધરપકડ, પ્રતિબંધિત માલની હેરાફેરીનો પર્દાફાશ
Omar Abdullah: ‘ઉમર અબ્દુલ્લાનો આક્રોશ,રાજ્યસભા ચૂંટણીમાં BJPને મળેલા 4 વોટ પર ઉઠાવ્યો સવાલ, ‘કોણે કર્યો દગો?’
Cyclonic Storm: વરસાદ અને ઠંડીનું ડબલ એટેક,દેશના આ રાજ્યોમાં ચક્રવાતી તોફાનની ચેતવણી, UPમાં પારો ગગડશે.
Exit mobile version