Site icon

Chandigarh Labour Bureau: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ચંદીગઢમાં ESIC મોડલ હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી, આર્થિક વૃદ્ધિ માટે ડેટા આધારિત નિર્ણય લેવા પર ભાર મુક્યો

Chandigarh Labour Bureau: કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ચંદીગઢમાં લેબર બ્યૂરો, ઇપીએફઓ અને ઇએસઆઇસી મોડલ હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી

Chandigarh Labour Bureau Union Minister Dr. Mansukh Mandaviya reviewed the performance of ESIC Model Hospital in Chandigarh

Chandigarh Labour Bureau Union Minister Dr. Mansukh Mandaviya reviewed the performance of ESIC Model Hospital in Chandigarh

News Continuous Bureau | Mumbai

  • આર્થિક વૃદ્ધિ, શાસન અને સેવા પ્રદાનને વધારવા માટે ડેટા આધારિત નિર્ણય લેવાની પ્રક્રિયા મહત્ત્વપૂર્ણ છેઃ ડો. માંડવિયા
  • સરકાર કામદારો અને તેમના પરિવારો માટે ગુણવત્તાયુક્ત હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવા કટિબદ્ધ છે – કેન્દ્રીય મંત્રી
Chandigarh Labour Bureau: કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે ચંદીગઢની મુલાકાત લીધી હતી અને શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળની મુખ્ય સંસ્થાઓની સમીક્ષા કરી હતી. તેમની મુલાકાતના ભાગરૂપે કેન્દ્રીય મંત્રીએ લેબર બ્યૂરો અને એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (ઇએસઆઇસી) મોડલ હોસ્પિટલ, ચંદીગઢની મુલાકાત લીધી હતી. તેમની ચાલી રહેલી પહેલોનું મૂલ્યાંકન કર્યું હતું અને હિતધારકો સાથે વાતચીત કરી હતી.

લેબર બ્યૂરો દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અને યોજનાઓ અંગે એક સંક્ષિપ્ત પ્રેઝન્ટેશન કેન્દ્રીય મંત્રીને આપવામાં આવ્યું હતું. તેમને પ્રાઇસ ઇન્ડેક્સ, લેબર સ્ટેટિસ્ટિક્સ અને સરવે સહિત વિવિધ પ્રવૃત્તિઓના ઉદ્દેશો, અવકાશ અને સ્થિતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Dandi Sea-Food Festival 2025: દાંડી બીચ ખાતે સી-ફુડ ફેસ્ટિવલ-૨૦૨૫નો પ્રારંભ, ગામના લોકો માટે સર્જાશે નવી રોજગારની તકો..

Chandigarh Labour Bureau: કામદારોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા ડો. માંડવિયાએ આર્થિક વિકાસ, શાસન અને સેવા પ્રદાનને વધારવામાં ડેટા-સંચાલિત નિર્ણય લેવાની નિર્ણાયક ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

કેન્દ્રીય મંત્રીએ લેબર બ્યૂરોમાં પંજાબ અને હિમાચલ પ્રદેશ ઝોન હેઠળ ઇપીએફઓ પ્રાદેશિક કચેરીઓની કામગીરી અને પહેલોની સમીક્ષા પણ કરી હતી. શ્રમિકોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આઇટી સિસ્ટમમાં સુધારાથી ઇપીએફઓની કામગીરીમાં સતત પરિવર્તન આવી રહ્યું છે.

દિવસનાં અંતે કેન્દ્રીય મંત્રીએ ચંદીગઢમાં ઇએસઆઇસી મોડલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઓપીડી રજિસ્ટ્રેશન કાઉન્ટર, ફાર્મસી, લેબોરેટરી, રેડિયોલોજી યુનિટ, હાઇ ડિપેન્ડન્સી યુનિટ (એચડીયુ), ઓપીડી અને કેઝ્યુલિટી વિભાગો સહિત હોસ્પિટલ સુવિધાઓની મુલાકાત લીધી હતી.

આ સમાચાર પણ વાંચો: Desh Ka Prakriti Parikshan: દેશ કા પ્રકૃતિ પરીક્ષણ અભિયાનના પ્રથમ તબક્કાને ઐતિહાસિક પૂર્ણવિરામ, આટલા કરોડ લોકોના સહયોગથી બનાવાયા 5 ગિનીસ વર્લ્ડ રેકોર્ડ..

Chandigarh Labour Bureau: તેમની મુલાકાત દરમિયાન, ડો. માંડવિયાએ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે વાતચીત કરી હતી અને તેમને ભરોસો આપ્યો હતો કે સરકાર કામદારો અને તેમના પરિવારો માટે ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.

Chandigarh Labour Bureau: હોસ્પિટલના કોન્ફરન્સ હોલમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન યોજવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રીને હોસ્પિટલના ઓપરેશન્સ, ઉદ્દેશો અને વિઝન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા, તેમજ પ્રાદેશિક કાર્યાલયની કામગીરીની ઝાંખી આપવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  PM Modi MP Bihar visit: PM મોદી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાતે, યાત્રા દરમિયાન આ કાર્યક્રમોમાં લેશે ભાગ, જાણો સંપૂર્ણ વિગત

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

Central Government: ગાડી 20 વર્ષની થઈ તો પણ બિન્દાસ ચલાવો, પરંતુ તે પહેલા વાંચી લો આ મોટો નિયમ
Brain Eating Amoeba: કેરળમાં આ બીમારી એ ઉચક્યું માથું, અત્યાર સુધીમાં 19 મૃત્યુ; 3 મહિનાના બાળકથી લઈને 91 વર્ષના વૃદ્ધો પણ સંક્રમિત
Bottled water: બોટલનું પાણી પીવાથી દર વર્ષે અધધ આટલા માઇક્રોપ્લાસ્ટિક ગળી રહ્યા છીએ, જે શરીરમાં જઈને આ ખાસ અંગોને નબળા કરી રહ્યા છે
Disha Patani Firing: દિશા પટનીના ઘરે ફાયરિંગ ના કેસ માં મુખ્ય શૂટર ઠાર, હવે આટલા બદમાશો ની ચાલી રહી છે શોધખોળ
Exit mobile version