Site icon

Chandrayaan-3 : ચંદ્ર પર રાત્રિના સમયે કેવું દેખાઈ રહ્યું છે લેન્ડર વિક્રમ, ચંદ્રયાન-2ના ઓર્બિટરે લીધો ફોટો.. જુઓ

Chandrayaan-3 : ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરનો ફોટો કેપ્ચર કર્યો છે. ઈસરોએ શનિવારે (9 સપ્ટેમ્બર) આ તસવીર શેર કરી હતી. ચંદ્રયાન-2 ના ઓર્બિટર પર માઉન્ટ થયેલ ડ્યુઅલ-ફ્રિકવન્સી સિન્થેટિક એપરચર રડાર એ 6 સપ્ટેમ્બરે વિક્રમ લેન્ડરનો ફોટો લીધો હતો

Chandrayaan-3 : Isro releases image of Chandrayaan-3 lander taken by Chandrayaan-2's orbiter

Chandrayaan-3 : ચંદ્ર પર રાત્રિના સમયે કેવું દેખાઈ રહ્યું છે લેન્ડર વિક્રમ, ચંદ્રયાન-2ના ઓર્બિટરે લીધો ફોટો.. જુઓ

News Continuous Bureau | Mumbai 

Chandrayaan-3 : ચંદ્ર(Moon)ના દક્ષિણ ધ્રુવ(South pole) પર ચંદ્રયાન-3(Chandrayaan-3)ના સફળ ઉતરાણ બાદથી લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન (Lander vikram) સતત તસવીરો જાહેર કરી રહ્યા છે. આ દરમિયાન વધુ એક નવી તસવીર સામે આવી છે. જે ડ્યુઅલ-ફ્રિકવન્સી સિન્થેટિક એપર્ચર રડાર(DFSAR) માંથી લેવામાં આવી છે.

Join Our WhatsApp Community

ISROએ X પર તસવીર જાહેર કરી

ચંદ્રયાન-3નું લેન્ડર અંધારામાં કેવું દેખાય છે ? આ જાણવા માટે ચંદ્રયાન-2નું ( Chandrayaan 2 ) ઓર્બિટર (Orbiter) તેની ઉપરથી પસાર થયું હતું. ઓર્બિટર માં લગાવવામાં આવેલા ખાસ કેમેરાએ રાતના અંધારામાં ચંદ્રયાન-3 લેન્ડરની તસવીર ખેંચી હતી. ગત 6 સપ્ટેમ્બરે લીધેલી આ તસવીરમાં ચંદ્રની સપાટી બ્લુ, ગ્રીન અને ડાર્ક બ્લેક દેખાય છે. આની વચ્ચે વિક્રમ લેન્ડર પીળા પ્રકાશ સાથે પીળા વર્તુળમાં દેખાય છે. અહીં ત્રણ ચિત્રો છે. ડાબી બાજુનો પ્રથમ વર્ટિકલ ફોટો એ વિસ્તાર દર્શાવે છે જ્યાં લેન્ડર પીળા ચોરસ બૉક્સમાં ઉતર્યું હતું. તો જમણી બાજુનો ઉપરનો ફોટો 6 સપ્ટેમ્બરનો ફોટો છે, જેમાં ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ગોળ પીળા વર્તુળમાં પીળા પ્રકાશમાં દેખાય છે. નીચે 2 જૂન, 2023નો ફોટો છે, જ્યારે લેન્ડર ત્યાં ઉતર્યું ના હતું.

ખરેખર, સિન્થેટીક એપરચર રડાર એ ગ્રહોની સપાટીઓ અને સપાટીને ભેદવાની રડાર સિગ્નલની ક્ષમતાને કારણે ગ્રહોની સપાટીનો અભ્યાસ કરવા માટેનું એક શક્તિશાળી રિમોટ સેન્સિંગ સાધન છે. તે સપાટીની સામગ્રી અને બંધારણ માટે પણ સંવેદનશીલ છે. તે સપાટી પર વેરવિખેર સામગ્રી પણ મેળવે છે. રડાર હોવાને કારણે તે સૂર્યપ્રકાશ વિના પણ તસવીરો લઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  G20 Summit : ભારતને મળી મોટી સફળતા, ‘ન્યૂ દિલ્હી ડેક્લેરેશન’ તમામ દેશોએ આપી સંમતિ, જાણો PM મોદીએ કોને આપ્યો શ્રેય..

ચંદ્રયાન-3નું સફળ લેન્ડિંગ 23 ઓગસ્ટે થયું હતું.

નોંધનીય છે કે ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પછી, ઘણી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી, ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું. તમને જણાવી દઈએ કે ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો ભારત પહેલો દેશ છે. જો કે આ પહેલા અમેરિકા, ચીન, રશિયા ચંદ્રના જુદા જુદા ભાગો પર સફળ ઉતરાણ કરી ચૂક્યા છે.

India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Ayodhya’s Deepotsav 2025: આ વખતે દિવાળી માં અયોધ્યા દીપોત્સવમાં બનશે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, આટલા લાખથી વધુ દીવાઓથી ઝળહળશે રામનગરી
Vice Presidential Election: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી ના મતદાનથી દૂર રહેલા ત્રણ પક્ષો કોનું ગણિત બનાવશે, કોનું બગાડશે?
Chardham Yatra: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા મોંઘી, ભાડામાં થયો અધધ આટલા ટકા નો વધારો; જાણો કેટલી ચૂકવવી પડશે કિંમત
Exit mobile version