Site icon

Chandrayaan-3 mission: ‘હેલો પૃથ્વીવાસીઓ…’, પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પરથી મોકલ્યો આ ખાસ સંદેશ..

Chandrayaan-3 mission:ચંદ્રયાન-3 મિશનમાં સામેલ પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પરથી ન માત્ર પોતાના અને વિક્રમ લેન્ડરના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી, પરંતુ પૃથ્વીવાસીઓના સ્વાસ્થ્ય વિશે પણ માહિતી લીધી.

Chandrayaan 3: Vikram lander soft lands on Moon again: ISRO

Chandrayaan 3: લેન્ડરે ચંદ્ર પર કરી કમાલ, 40 સેમી જમ્પ મારીને ફરીથી સોફ્ટ લેન્ડિંગ કર્યું.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai 

Chandrayaan-3 mission: ભારતના ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-3’ના વિક્રમ લેન્ડર સાથે ગયેલા પ્રજ્ઞાન રોવરે ચંદ્ર પરથી પોતાની સ્થિતિ જણાવી છે. પ્રજ્ઞાન રોવરે એક સંદેશ મોકલ્યો છે, જેમાં તેણે પૃથ્વીના લોકોના સ્વાસ્થ્ય વિશે પણ પૂછપરછ કરી છે. રોવરે જણાવ્યું છે કે તે અને તેનો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છે અને બંનેની તબિયત સારી છે. આ સાથે, સંદેશમાં એવું પણ છે કે ટૂંક સમયમાં શ્રેષ્ઠ પરિણામ આવવાનું છે.

Join Our WhatsApp Community

શું પ્રજ્ઞાન રોવરે કોઈ સંદેશ આપ્યો હતો?

LVM3-M4/CHANDRAYAAN-3 MISSION નામના એકાઉન્ટ પર થી પ્રજ્ઞાન રોવરનો સંદેશ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું, “હેલો પૃથ્વીવાસીઓ! ચંદ્રયાન-3નું પ્રજ્ઞાન રોવર. આશા છે કે તમે સારું કરી રહ્યા છો. દરેકને જણાવવા માંગુ છું કે હું ચંદ્રના રહસ્યોને ઉજાગર કરવાના મારા માર્ગ પર છું. હું અને મારો મિત્ર વિક્રમ લેન્ડર સંપર્કમાં છીએ. અમારી તબિયત સારી છે. શ્રેષ્ઠ પરિણામ ટૂંક સમયમાં આવી રહ્યું છે…”

ચંદ્રયાન-3 ચંદ્ર પર અડધો દિવસ પસાર કરવાની નજીક છે

તમને જણાવી દઈએ કે ચંદ્રયાન-3ના મિશન લાઈફની ગણતરી એક ચંદ્ર દિવસની બરાબર કરવામાં આવી છે, જે પૃથ્વીના 14 દિવસની બરાબર છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર તેનું સોફ્ટ-લેન્ડિંગ બુધવારે (23 ઓગસ્ટ) સાંજે 6:04 વાગ્યે થયું હતું. આમ તે ચંદ્ર પર લગભગ અડધો દિવસ વિતાવવાની નજીક છે. આ દરમિયાન ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોએ લેન્ડર અને રોવરની મદદથી ચંદ્ર વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી એકઠી કરી છે.

આ સમાચાર પણ વાંચો :  Ola Uber : ઓલા-ઉબેરના ડ્રાઈવરોની મનમાની આવશે નિયંત્રણમાં, જો હવે રાઈડ કેન્સલ કરશે તો થશે આટલા રૂપિયાનો દંડ, મુસાફરોને થશે ફાયદો..

ISROના વડા એસ સોમનાથ સહિત ઘણા ભારતીય વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે ચંદ્રયાન-3 બીજા ચંદ્ર દિવસોમાં પણ કામ કરી શકે છે. આ માટે તેને ચંદ્રની રાત્રિના અત્યંત ઠંડા તાપમાનમાં ટકી રહેવું પડે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે સૂર્ય આથમે છે ત્યારે ચંદ્રના કેટલાક ભાગોમાં તાપમાન માઈનસ 203 ડિગ્રી સુધી પહોંચી જાય છે.s

 

 

Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Vande Mataram: રાષ્ટ્રભક્તિના નિયમોમાં ધરખમ ફેરફાર! ‘વંદે માતરમ’ નું સન્માન કરવું હવે માત્ર નૈતિક નહીં, કાયદેસરની ફરજ બનશે; જાણો શું છે સરકારનો માસ્ટર પ્લાન.
Weather Update: સાવધાન! ભારે પવન અને ગાજવીજ સાથે આવશે કમોસમી વરસાદ; હવામાન વિભાગે આગામી 48 કલાક માટે જારી કરી કડક ચેતવણી.
Exit mobile version