Site icon

Chandrayaan 3: ‘પ્રજ્ઞાન’ એ પૂર્ણ કર્યું ચંદ્ર પર 100 મીટરનું અંતર, ઈસરોએ આપી આ મોટી માહિતી.. જાણો હવે આગળ શું.. વાંચો વિગતે અહીં…

Chandrayaan 3: ઈસરોએ 23 ઓગસ્ટે સાંજે 5.44 કલાકે ઓટોમેટિક લેન્ડિંગ પ્રક્રિયા શરૂ કરી અને આગામી 20 મિનિટમાં સફર પૂર્ણ કરી. ભારતે સાંજે 6.04 કલાકે ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. આ સાથે ભારત આ રેકોર્ડ બનાવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.

Chandrayaan 3: Vikram lander soft lands on Moon again: ISRO

Chandrayaan 3: લેન્ડરે ચંદ્ર પર કરી કમાલ, 40 સેમી જમ્પ મારીને ફરીથી સોફ્ટ લેન્ડિંગ કર્યું.. જુઓ વિડીયો..

News Continuous Bureau | Mumbai 

  Chandrayaan 3: ચંદ્રયાન (Chandrayaan) નું પ્રજ્ઞાન રોવર (Pragyan Rover) તેના લેન્ડિંગ પોઈન્ટ શિવશક્તિ (Shivshakti) ના 100 મીટરની અંદર ખસી ગયું છે. ઈસરોએ (ISRO) માહિતી આપી છે કે લેન્ડર વિક્રમ (Lender Vikram) અને રોવર પ્રજ્ઞાન વચ્ચે 100 મીટરનું અંતર છે. હવે ISRO દ્વારા કહેવામાં આવ્યું છે કે તે ટૂંક સમયમાં સ્લીપ મોડમાં જશે.

Join Our WhatsApp Community

પ્રજ્ઞાન રોવરે અત્યાર સુધીમાં 101.4 મીટરનું અંતર કાપ્યું છે. વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતર્યું હતું. તે પછી પ્રજ્ઞાન રોવરે આ અંતર 10 દિવસમાં પાર કર્યું છે. પહેલા તે લેન્ડરની પશ્ચિમ તરફ જતું હતું પરંતુ હવે તેણે તેની દિશા બદલી છે અને ઉત્તર તરફ ચાલવાનું શરૂ કર્યું છે. 

આ સમાચાર પણ વાંચો :  Cyber Crime: લકી ડ્રોમાં સિલેક્શન તમારુ બેંક બેલેન્સ ખાલી કરી શકે છે…. જાણો, શું છે આ સાઇબર ક્રાઇમ? શું સાવચેતી રાખવી જોઈએ? વાંચો વિગતવાર અહીં..

ચંદ્ર રાત્રિ નજીક હોવાથી વિક્રમ જલ્દી સ્લીપ મોડમાં જશે. ચંદ્ર રાત્રિ એ 14 દિવસનો સમયગાળો છે જ્યારે ચંદ્ર પર કોઈ સૂર્યપ્રકાશ પડતો નથી. તેથી પ્રજ્ઞાન સંશોધન કરી શકશે નહીં. તેથી તે સ્લીપ મોડમાં જશે. કારણ કે, હવે ચંદ્ર પર રાત પડશે અને ત્યાંનું તાપમાન -100 ડિગ્રી સેલ્સિયસ રહેશે. તેથી વિક્રમ અને પ્રજ્ઞાનને સૌર ઊર્જા નહીં મળે. તેમણે આગામી 14 દિવસ સુધી ઊર્જાને તેમની નજીક રાખવાની છે. એટલા માટે સ્લીપ મોડ શરૂ થવા જઈ રહ્યો છે.

 રોવરે પૂર્ણ કર્યું અસાઈનમેન્ટ

મહત્વનું છે કે, ISRO દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં પ્રજ્ઞાન રોવર દ્વારા લેન્ડિંગ પોઈન્ટ ‘શિવશક્તિ’થી કાપવામાં આવેલું અંતર બતાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે પ્રજ્ઞાન રોવરનું વજન 26 કિલો છે. તેમાં છ પૈડાં છે. ગુરુવારે સવારે લેન્ડિંગના લગભગ 14 કલાક બાદ ઈસરોએ રોવરના બહાર નિકળ્યાની જાણકારી આપી હતી. ચંદ્રયાન-3 મિશન દ્વારા વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને ચંદ્ર પર મોકલવામાં આવ્યા હતા. પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્રની સપાટી પર અનેક પ્રકારના પ્રયોગો કરવામાં આવી રહ્યા છે.

 

President Draupadi Murmu: રાફેલની ગર્જના: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અંબાલાના આકાશમાં ઉડાન ભરી, ભારતીય વાયુસેનાનું વધાર્યું સન્માન.
Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Exit mobile version