ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
3 જુન 2020
લોકડાઉન 5મા ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી મળ્યા બાદ ઉત્તરાખંડ સરકારે પણ ચાર ધામની યાત્રા શરૂ કરવાની તૈયારીઓ કરી લીધી છે. આગામી 8 જૂન બાદ નિયમિત સંખ્યામાં ચારધામ યાત્રા ને શરૂ કરવામાં આવશે. જો કે હાલ શરૂઆતમાં માત્ર ઉત્તર પ્રદેશના લોકો જ ચારધામની જાત્રા કરી શકશે.
ત્યારબાદ જેમ જેમ લોકડાઉન ખોલવામાં આવશે તેમ તેમ અન્ય રાજ્ય સાથે વાતચીત કર્યા બાદ જે તે રાજ્યના યાત્રાળુઓને દર્શનની મંજૂરી આપવામાં આવશે.
હિમાલય પર્વતમાળામાં આવેલા પ્રખ્યાત બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી જેવા ચાર પવિત્ર ધામોના કપાટ આશરે દોઢ મહિના પહેલા ખુલ્લા કરાયા છે, પરંતુ કોરોનાને કારણે ભક્તોને મંદિરમાં પ્રવેશવાની પરવાનગી અપાઇ નથી. કદાચ ઇતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે ભકતોને માત્ર બહારથી જ દર્શન કરવાની મંજૂરી અપાઇ હોય..