ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 સપ્ટેમ્બર 2020
જમ્મુ કાશ્મીરનાં શ્રીનગર સેક્ટરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના ઇન્સ્પેક્ટર જનરલ તરીકે પ્રથમ વખત કોઈ મહિલા આઈપીએસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રદેશ જમ્મુ-કાશ્મીરના આતંકવાદ પ્રભાવિત વિસ્તારોમાંનો એક છે. તેલંગણા કેડરના 1996 બેચના આઈપીએસ અધિકારી ચારુ સિંહા હવે ઈન્સ્પેક્ટર જનરલ તરીકે સીઆરપીએફના શ્રીનગર ક્ષેત્રની કમાન સંભાળશે. આ પહેલીવાર નથી જ્યારે તેમને આવી જવાબદારી સોંપવામાં આવી હોય. આ પહેલા તે બિહારમાં સીઆરપીએફ આઈજી રહી ચૂક્યા છે.
આ દરમિયાન તેમના નેતૃત્વ હેઠળ અનેક નક્સલ વિરોધી અભિયાનો ચલાવવામાં આવ્યા હતા. બાદમાં તેમને આઈજી તરીકે જમ્મુના સીઆરપીએફમાં બદલી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શ્રીનગર સેક્ટરમાં વર્ષોથી આતંકવાદીઓ વિરુદ્ધ CRPF સેના અને પોલિસ સાથે મળીને કામ કરતી આવી છે. ચારુ સિન્હા પણ હવે આ વિસ્તારનાં તમામ ઓપરેશનોનું નેતૃત્વ કરશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com