Site icon

Chenab Rail Bridge : ભારતમાં છે વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ, વાદળોથી ઘેરાયેલો છે કાશ્મીરનો ચિનાબ પુલ.. જાણો ખાસિયત..

Chenab Rail Bridge : ચેનાબ બ્રિજ, જે હવે વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ છે, જે નદીના તળિયાથી 359 મીટર ઊંચો છે, તે એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાનું પ્રતીક છે.

Chenab Rail Bridge World's highest railway bridge inauguration, features and more

Chenab Rail Bridge World's highest railway bridge inauguration, features and more

News Continuous Bureau | Mumbai 

Chenab Rail Bridge :  જ્યાં બરફથી ઢંકાયેલા શિખરો આકાશને મળે છે અને ચિનાબ નદી પૃથ્વીમાં ઊંડાણમા વહે છે, ત્યાં ભારતે સ્ટીલમાં પોતાનો સંકલ્પ કોતર્યો છે. ચેનાબ બ્રિજ, જે હવે વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે બ્રિજ છે, જે નદીના તળિયાથી 359 મીટર ઊંચો છે, તે એન્જિનિયરિંગ શ્રેષ્ઠતા અને રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાનું પ્રતીક છે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટનો ભાગ, આ પુલ ફક્ત જમીનને જ નહીં પરંતુ આકાંક્ષાઓને પણ જોડે છે – આ કાશ્મીર ખીણ ને શેષ ભારત થી દરેક ઋતુ મા વિશ્વસનીય રેલ માર્ગ થી જોડે છે.

Join Our WhatsApp Community

સલાલ ડેમ નજીક ચેનાબ નદી પર ૧,૩૧૫ મીટર સુધી ફેલાયેલો આ પુલ ૪૬૭ મીટર નો શાનદાર મુખ્ય કમાન ની વિષેશતા રાખે છે, અને તે ૨૬૬ કિમી પ્રતિ કલાકની પવનની ગતિનો સામનો કરી શકે છે. તે ઊંચાઈમાં એફિલ ટાવર કરતાં પણ વધુ છે અને નદીના સ્તર થી રેલ સ્તર સુધી કુતુબ મિનાર કરતાં લગભગ પાંચ ગણું ઊંચો છે.

આ સમાચાર પણ વાંચો :   Gujarat Stamp Duty Act : ગુજરાત માં સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અમલમાં સુગમતા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો

આ એન્જિનિયરિંગ અજાયબીના નિર્માણમાં 28,000 મેટ્રિક ટનથી વધુ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ભારતીય રેલ્વેમાં તેના પ્રકારની પ્રથમ કેબલ ક્રેન સિસ્ટમ શરુ કરવામાં આવી હતી જેનો ઉપયોગ 915 મીટર પહોળા ખાઈમાં સામગ્રી લઇ જવા માટે કરવામાં આવ્યો હતો, જેમાં બે વિશાળ કેબલ કાર અને 100 મીટરથી વધુ ઊંચા થાંભલાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હિમાલયના ભૂસ્તરીય રીતે જટિલ અને અસ્થિર ભૂપ્રદેશ પર બનેલો, ચિનાબ પુલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ની એક ઉપલબ્ધી થી વધુ છે – તે ભારતની હિંમત, નવીનતા અને સૌથી દૂરના ખૂણા સુધી પણ પ્રગતિ પહોંચાડવાના અતૂટ સંકલ્પનું પ્રતીક છે.

ચિનાબ નદી પર ઊભો આ પુલ ફક્ત બે પર્વતોને જ જોડતો નથી – તે જમ્મુ અને કાશ્મીર માટે સપના, વિકાસ અને નવા યુગને પણ જોડે છે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Cyclone Montha: બંગાળની ખાડીમાં ચક્રવાત મોંથા થયું પ્રચંડ, જાણો ક્યારે થશે લેન્ડફૉલ, આંધ્રથી ઓડિશા સુધી હાઈ એલર્ટ
Exit mobile version