Site icon

Child Pornography Supreme court : સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, હાઇકોર્ટના નિર્ણયને પલટ્યો; હવે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી કે જોવી એ ગુનો; થશો જેલભેગા..

Child Pornography Supreme court : સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને રદ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કાયદેસર રીતે આવી સામગ્રી રાખવી એ પણ ગુનો છે. હાઈકોર્ટે એક વ્યક્તિ વિરુદ્ધ નોંધાયેલ કેસને એમ કહીને રદ કર્યો હતો કે તેણે માત્ર ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરી હતી અને તેને પોતાની પાસે રાખી હતી. તેણે તે બીજા કોઈને મોકલ્યું નથી.

Child Pornography Supreme court Supreme Court rules watching, storing child pornography is offence under POCSO Act

Child Pornography Supreme court Supreme Court rules watching, storing child pornography is offence under POCSO Act

News Continuous Bureau | Mumbai

Child Pornography Supreme court :ચાઇલ્ડ પોર્ન જોવું ભારતમાં ગુનો છે કે નહીં તે પ્રશ્ન સાથે જોડાયેલી અરજીઓ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત સામગ્રી ડાઉનલોડ કરવી અને રાખવી એ ગુનો છે. આ રીતે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પલટી નાખ્યો છે. હવે જો તમારા ફોનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત વીડિયો મળશે, તો તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. જો આવા વીડિયો જોવા મળશે તો હવે તમારી સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળ કેસ દાખલ કરવામાં આવશે અને તમારે લાંબા સમય સુધી જેલમાં જવું પડી શકે છે.

Join Our WhatsApp Community

Child Pornography Supreme court : મદ્રાસ હાઈકોર્ટના તે આદેશને ફગાવી દીધો 

સુપ્રીમ કોર્ટે આજે આ મામલામાં મોટો નિર્ણય આપતાં મદ્રાસ હાઈકોર્ટના તે આદેશને ફગાવી દીધો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ખાનગી રીતે ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી POCSO એક્ટના દાયરામાં નથી આવતી. સુપ્રીમ કોર્ટમાં CJI DY ચંદ્રચુડની ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે ફોન પર કોઈ પણ પ્રકારના અશ્લીલ વીડિયો રાખવા એ POCSO એક્ટ હેઠળ ગુનો છે.

Child Pornography Supreme court :સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટને ફટકાર લગાવી

મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આરોપી વ્યક્તિ સામેની ફોજદારી કાર્યવાહીને રદ કરવામાં ‘ગંભીર ભૂલ’ કરવા બદલ મદ્રાસ હાઈકોર્ટને પણ ફટકાર લગાવી હતી. સાથે કોર્ટે ‘ચાઈલ્ડ પોર્નોગ્રાફી’ શબ્દને ‘બાળ જાતીય શોષણ અને શોષણાત્મક સામગ્રી’ સાથે બદલવાની દરખાસ્ત કરતા POCSO કાયદામાં સુધારાનું સૂચન કર્યું હતું. નોંધનીય છે કે આ વર્ષે માર્ચમાં, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી પર નોટિસ જારી કરી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને રાખવી એ ગુનો નથી.

આ સમાચાર પણ વાંચો : Snake spotted in Train:બાપ રે બાપ, ચાલુ ટ્રેનમાં ચડી ગયો સાપ.. મુસાફરોના જીવ થયા અધ્ધર; જુઓ વિડિયો…

Child Pornography Supreme court : શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં, ચેન્નાઈ પોલીસે આરોપીનો ફોન જપ્ત કર્યો અને જાણવા મળ્યું કે તેણે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરી હતી અને તેને પોતાની પાસે રાખી હતી, તેથી આઈટી એક્ટની કલમ 67બી અને પોક્સો એક્ટની કલમ 14(1) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જો કે, મદ્રાસ હાઈકોર્ટે તેના નિર્ણયમાં ચેન્નઈના 28 વર્ષીય વ્યક્તિ સામેની એફઆઈઆર અને ફોજદારી કાર્યવાહીને રદ કરી દીધી હતી અને કહ્યું હતું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી એ POCSO એક્ટના દાયરામાં નથી આવતું.

જસ્ટિસ એન. આનંદ વેંકટેશની બેન્ચે દલીલ કરી હતી કે આરોપીએ ફક્ત વિડિયો ડાઉનલોડ કર્યો હતો અને પોર્નોગ્રાફી એકલા જોઈ હતી અને તેને ન તો પ્રકાશિત કરી હતી કે ન તો અન્ય લોકો સાથે શેર કરી હતી. કોર્ટે કહ્યું, તેણે કોઈ બાળક કે બાળકોનો પોર્નોગ્રાફિક હેતુઓ માટે ઉપયોગ કર્યો ન હોવાથી, તેને માત્ર આરોપી વ્યક્તિના નૈતિક ક્ષતિ તરીકે જ ગણી શકાય.

Indian Navy: ત્રણ દેશોની ઊંઘ હરામ! ભારતીય નૌસેનાના 3 એવા પગલાં, જેનાથી પાકિસ્તાન, ચીન અને તુર્કીમાં મચ્યો ખળભળાટ!
India Taxi: ઓલા-ઉબેરની દાદાગીરીનો અંત! સરકાર લાવી ‘ભારત-ટેક્સી’, કમિશન ઘટશે અને ભાડું પણ સસ્તું થશે, જાણો કેવી રીતે?
PM Modi: ‘લાલુના ‘ફાનસ’ પર PM મોદીનો ‘ડિજિટલ’ પ્રહાર: સમસ્તીપુરમાંથી RJD પર નિશાન સાધ્યું, જાણો ભાષણના 10 મહત્ત્વના પોઈન્ટ્સ
Air India: ભાષાનો વિવાદ એર ઇન્ડિયા માં: ‘મહારાષ્ટ્રમાં મરાઠી ફરજિયાત!’ – ફ્લાઇટમાં મહિલાનો બિઝનેસમેન સાથે ઝઘડો, જુઓ વીડિયો
Exit mobile version