ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 ઓગસ્ટ 2020
બેઇજિંગ સમર્થિત ચાઇના ડેઇલીએ અહેવાલ આપ્યો છે કે "ટીકટોક કંપની ચાઇનાની માલિકીની હતી અને ચાઇનાની જ રહેશે. જો અમેરિકા તોડ-જોડ કરીને એને ખરીદવાની કોશિશ કરશે, તો ચાઇના વોશિંગ્ટન ને જોઈ લેશે એવી અખબારી ધમકી ચાઇનાએ અમેરિકાને આપી છે.
નોંધપાત્ર વાત છે કે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ કહેતા આવ્યાં છે કે, "ક્યાં તો તેઓ ટિકટોક ઉપર પ્રતિબંધ મુકશે અથવા અમેરિકાનો બિઝનેસ તેઓ ખરીદી લેશે." જેના જવાબમાં ચીને ઉપરોક્ત પ્રતિક્રિયા આપી છે.
બાયટડેન્સ લિમિટેડને અત્યાર સુધી બેઇજિંગનું ખૂબ જ જોરદાર સંરક્ષણ છે. બાયડેન્સ વિશ્વભરમાં ટિકટોકની મોટી સફળતા મળવાને કારણે વિશ્વનો સૌથી મોટો, 'બિઝનેસ સ્ટાર્ટઅપ' બની ગયું છે.
ટીકટોક પર અમેરિકન ધારાસભ્યોએ ડેટા ચોરી કરી ચીનને પહોંચાડવાનો આરોપ મૂક્યો છે. આ ડેટા ચોરી અમેરિકા ની રાષ્ટ્રીય સુરક્ષા માટેના જોખમી હોવાથી સુરક્ષા માટે મોટો પડકાર બન્યું છે એમ પણ અમેરિકન સરકારના પ્રતિનિધિ ઓનો દાવો છે. આથી જ હવે અમેરિકન રાષ્ટ્રપતિ, બાયડેન્સની મૂલ્યવાન સંપત્તિને ખરીદી યુ.એસ. મા સમાવી લેવાના પ્રયાસો કરી રહ્યું છે. સંભવત એપલ, એપલ ઇંક. અને આલ્ફાબેટ ઇંક., ગૂગલ જેવી અમેરિકન કંપનીઓને ટિકટોકને ખરીદી લે એવું ટ્રમ્પ ઈચ્છી રહયાં છે.
ઉલ્લેખનીય છે કે જ્યારથી ચીનમાંથી નીકળીને કોરોનાવાયરસ વિશ્વભરમાં પ્રસર્યો છે ત્યારથી વિશ્વ માં ચીના વિરુદ્ધ અવાજો ઉઠવા લાગ્યાં છે. આ વાયરસથી સૌથી વધુ નુકસાન અમેરિકાને પહોંચ્યું છે. ત્યારથી લઈને આજ સુધી વિવિધ મુદ્દે અમેરિકા, ચાઇના વિરુદ્ધ પોતાનો રોષ પ્રગટ કરતું આવ્યું છે એ સૌ કોઈ જાણે છે.. બીજી બાજુ ચાઇનાની ટીકટોક રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ હોવાનું જણાવી ભારતે પણ તેના પર પહેલેથી જ પ્રતિબંધ લાદી દીધો છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
