- ચીને ભુતાન પછી હવે ભારતના અરુણાચલ પ્રદેશની સરહદની અંદર એક ગામ વસાવી લીધું છે.
- ચીનની નાપાક હરકત માટે અરુણાચલ પ્રદેશ ભાજપના સાંસદ તાપિર ગાઓએ પૂર્વ સરકાર કોંગ્રેસની નીતિઓને જવાબદાર ઠેરવી છે. તેમનું કહેવું છે કે, નવું ગામ વસાવવું અને ભારતીય સરહદ નજીક મિલિટ્રી બેઝ બનાવવા ચીન માટે કોઈ નવી વાત નથી. 80ના દાયકાથી આજ સુધી ચીન સતત આવું કરી રહ્યું છે.
- આજે આપણે કોંગ્રેસ શાસનની ખરાબ નીતિઓના કારણે નુક્સાન ભોગવી રહ્યાં છે.