Site icon

શું લદાખ સીમા પર કઈ થવા જઈ રહ્યું છે!?!? ચીન પોતાના 1.4 લાખ નાગરિકોને ભારતથી એર લિફ્ટ કરશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

26 મે 2020

નવી દિલ્હીમાં ચીની દૂતાવાસે સોમવારે જારી કરેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ભારત દેશમાં ફેલાતા કોવિડ -19 રોગચાળા વચ્ચે ચીન તેના 1.4 લાખ જેટલા નાગરિકોને ભારતથી બહાર કાઢવાની યોજના બનાવી રહ્યું છે. દૂતાવાસની વેબસાઇટ પર પ્રકાશિત નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતમાં ફસાયેલા વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓને ખાસ ફ્લાઇટમાં ચીન પાછા જવાની છૂટ આપવામાં આવશે" ચીન પરત જવા ઈચ્છુક નાગરિકોને 27 મેની સવાર સુધીમાં રજિસ્ટર થવા કહ્યું છે. આમા એવા ચીની નાગરિકો પણ શામલ છે જેઓ યોગ અથવા બૌદ્ધ ધાર્મિક સર્કિટ યાત્રા માટે ભારત આવ્યા હતા. 

જો કે ચીને સ્પષ્ટ કર્યુ નથી કે વિશિષ્ટ ફ્લાઇટ્સ ક્યારે અથવા ક્યાંથી ઉપડશે. 

નોંધપાત્ર વાત એ છે કે ચીની નાગરિકોને દેશ ખાલી કરાવવાની નોટિસ એવા સમયે આપવામાં આવી છે જ્યારે ભારત અને ચીન વચ્ચે, બંને દેશોની વિવાદિત સીમા પર તણાવ વધી રહ્યો છે.

સોમવારે સવારે મેન્ડરિનમાં બહાર પાડવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઇટ્સ લેનારાઓએ ટિકિટ માટે અને 14 દિવસની કવારેન્ટાઇન માટેના પૈસા ચાઇનામાં ઉતર્યા બાદ ચુકવવા પડશે. 

વિદેશ મંત્રાલય અને સંબંધિત વિભાગો અંતર્ગત ભારતમાં ચીની દૂતાવાસ અને કોન્સ્યુલેટ્સ, મુશ્કેલઈ અનુભવતા લોકોને મદદ કરશે. ચીને ”નોટિસમાં જણાવ્યું છે કે, જે લોકોમાં કોવિડ -19 હોવાનું નિદાન થયું હોય અથવા શંકાસ્પદ હોય અથવા જેને તાવ અને ખાંસીના લક્ષણો હતા તેઓને ચીનની ફ્લાઇટ્સ ન લેવી,એવી સ્પષ્ટ ચેતવણી અરજદારોને અપાઇ છે કે તેમનો તબીબી ઇતિહાસ છુપાવવો નહીં… "

Exit mobile version