Site icon

લો બોલો! ચીન વિશ્વ કલ્યાણની વાતો કરે છે, તે કોરોનાની વેકસીન આખી દુનિયામાં ઉપલબ્ધ કરાવશે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

20 મે 2020

દુનિયામાં કોરોના ફેલાવાનો આરોપ સહી રહેલા ચીનને હવે ડહાપણની દાઢ ફૂટી છે. કોરોનાને લઈ તેણે વિશ્વ કલ્યાણની વાતો કરવી શરૂ કરી છે.

 AFPની રિપોર્ટ પ્રમાણે ચીનનાં રાષ્ટ્રપતિ શી જિપિંગે કહ્યું છે કે "ચીન તરફથી તૈયાર કરવામાં આવનારી કોરોના વેક્સિન આખી દુનિયાનાં લોકો માટે ઉપલબ્ધ થશે". વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં વાર્ષિક સંમેલનને સંબોધિત કરતા શી જિનપિંગે એ પણ કહ્યું કે, "કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં ચીન 2 બિલિયન ડૉલર (લગભગ 15139 કરોડ રૂ.)ની આર્થિક સહાયતા આપશે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં કોરોનાની વિરુદ્ધ લડાઈમાં આ પૈસા આગામી બે વર્ષ દરમિયાન આપવામાં આવશે.

ચીને એ પણ દાવો કર્યો કે તે કોરોના સંકટને લઇને હંમેશા પારદર્શી રહ્યું છે. વિડીયો કોન્ફ્રન્સિગ દ્વારા  WHO ના સંમેલનમાં સામેલ થયેલા શી જિનપિંગે “કોરોનાની વિરુદ્ધ ગ્લોબલ રિસ્પોન્સનું મૂલ્યાંકન કરવામાં આવે" એ વાતમાં પણ પોતાનો સુર પુરાવ્યો છે.

 ઉલ્લેખનીય છે કે, યૂરોપિયન યૂનિયનનાં 27 સભ્યો સહિત દુનિયાનાં અનેક દેશોએ કોરોનાને લઇને WHOનાં શરૂઆતનાં રિસ્પોન્સની તપાસ કરવાની માંગ કરી છે..

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version