Site icon News Continuous Bureau | Mumbai

ચીનની હ્યુવેઇ અને ZTE કંપનીઓએ ભારતમાંથી ઉચાળા ભરવા પડશે.. 5G ટ્રાયલમાંથી બંને થશે બહાર

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

14 ઓગસ્ટ 2020 

ચીનની હ્યુવેઇ ટેક્નોલોજીસ કું. અને ઝેડટીઇ કોર્પને ભારતના 5 જી નેટવર્ક રોલ કરવાની યોજનામાંથી દૂર રાખવાની તૈયારી ભારતે કરી છે, કારણ કે લદાખ સરહદે જીવલેણ અથડામણને પગલે બંને દેશોના સંબંધો ચાર દાયકાની નીચી સપાટીએ પહોંચી ગયા છે. સરકાર ભારત દેશની સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવાં માંગતી નથી. અને ચીનની લુચ્ચાઈ જગ જાહેર છે.

દક્ષિણ એશિયન રાષ્ટ્રઓ એ 23 જુલાઇએ સુધારેલા વિદેશી રોકાણના નિયમો લાગુ કર્યાં. જેમાં રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા ટાંકીને રાષ્ટ્રોના હિતમાં બોલી લગાવનારી કંપનીઓને જ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.. એમ આ મુદ્દાથી પરિચિત લોકોએ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, "દેશભરમાં લોકડાઉનથી બોલીમાં મોડુ થતાં ભારતી એરટેલ લિ., રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ લિમિટેડ, અને વોડાફોન આઈડિયા લિમિટેડ સહિત ખાનગી કંપનીઓ દ્વારા 5 જી ટ્રાયલની મંજૂરી અંગેની ચર્ચાઓ સંચાર મંત્રાલય સાથે ફરી શરૂ કરશે."

ભારતના નિર્ણયથી યુ.એસ., યુ.કે. અને ઓસ્ટ્રેલિયાની કાર્યવાહી પર પણ પડઘા પડશે. યુ.એસ. ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશને ઉપરોક્ત બંને કંપનીઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. અધિકારીઓના મતે, 5G ની હરાજી કરવાની પ્રક્રિયા આગામી વર્ષમાં પાર પડી શકે છે. વડા પ્રધાનના કાર્યાલયની મંજૂરી બાદ એક કે બે અઠવાડિયામાં પ્રતિબંધ અંગેનો નિર્ણય જાહેર કરવામાં આવશે, એમ જણાવ્યું હતું…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Darbhanga Graduates MLC Election Result બિહાર વિધાન પરિષદ ચૂંટણીમાં મોટો ઉલટફેર દરભંગા ગ્રેજ્યુએટ સીટ પર ભાજપના કિલ્લામાં ગાબડું, RJD ના અનિલ કુમાર ઝા વિજયી
Kharge Challenges BJP On Ballot Papers નાગપુરની હાર બાદ કોંગ્રેસનું મોટું રાજકીય દાવપેચ! શું ભાજપ બેલેટ પેપર પડકાર સ્વીકારશે? જાણો ખડગેના તીખા પ્રહારો પાછળનું ગણિત
CEC Gyanesh Kumar Mock Impeachment મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિપક્ષનો મોટો મોરચો મીરા કુમાર સંભાળશે ‘સ્પીકર’ ની ખુરશી, મલ્લિકાર્જુન ખડગે લાવશે મોક મહાભિયોગ પ્રસ્તાવ
MLC Election Results Political Analysis ૧૩ જીત્યા તોય ચિંતા, ૧ જીતીને પણ ઉત્સવ! MLC ચૂંટણીના પરિણામો પાછળ એવું તો શું છુપાયેલું છે જે સામાન્ય નજરે નથી દેખાતું? જુઓ સમગ્ર સમીકરણ
Exit mobile version