Site icon

અરુણાચલમાંથી લાપત્તા કિશોરને ચીની સેનાએ ભારતને પરત સોંપ્યો, કેન્દ્રીય મંત્રીએ માહિતી આપી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 જાન્યુઆરી 2022    

Join Our WhatsApp Community

ગુરુવાર.

થોડા દિવસ અગાઉ અરુણાચલ પ્રદેશમાંથી ગુમ થયેલ કિશોરને ચીની સેના PLA દ્વારા ભારતને સોંપવામાં આવ્યો છે. આ જાણકારી કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જુએ આપી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે  ગત દિવસોમાં લાપત્તા થયેલા અરુણાચલ પ્રદેશના લાપત્તા કિશોરને ચીની સેનાએ ભારતને સોંપી દીધો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ યુવકને એલએસી નજીક કિબૂથની પાસે વાચામાં (જ્યાં ભારત અને ચીન વચ્ચે બોર્ડર સંબંધિત મીટિંગ થાય છે)માં ભારતીય સત્તાવાળાઓને સોંપવામાં આવ્યો છે. તમામ પ્રોટોકોલ પૂર્ણ કર્યા બાદ પીએલએએ ગુરુવારે તરોનને ભારતીય સેનાને સોંપી દીધો હતો. આ પછી, ભારતીય સેના વતી મિરાનની તબીબી તપાસ સહિત અન્ય પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. 

મહારાષ્ટ્રના માલેગાંવમાં કોંગ્રેસના તમામ નગરસેવકોનો પક્ષ પલટો, જોડાયા આ પક્ષમાં; જાણો વિગત

17 વર્ષીય કિશોર ગત 18 જાન્યુઆરીએ અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાંથી લાપત્તા થયો હતો. ચીને તેનું અપહરણ કર્યું હોવાનો આરોપ લાગ્યો હતો. જો કે ચીને આ આરોપોને નકારી કાઢ્યા હતા. ભારતીય આર્મી અને ચીનની સેના વચ્ચે આ  મુદ્દે હોટલાઈન પર વાતચીત થઈ હતી અને ચીની સેનાએ યુવાનને સોંપવા અંગે સકારાત્મક જવાબ આપ્યો હતો. હવે ચીની સેનાએ કિશોરને ભારતને સોંપી દીધો છે. 

PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Exit mobile version