Site icon News Continuous Bureau | Mumbai

કચ્છ પાસે પાકિસ્તાનને ફાળવેલી જમીન પર ચીનની કંપનીઓની નજર

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 30 નવેમ્બર  2021    
મંગળવાર.

ચોમાસા પછી નવેમ્બરમાં ઠંડીની શરૂઆત થાય અને ઉત્તર દિશામાં પવન ફૂંકાય એટલેલે ચોમાસા દરમિયાન ભરાયેલું રહેતું પાણી સુકાવા લાગે છે. ચારેક વર્ષથી આ સીમાવર્તી વિસ્તારમાં કોઇ જ ડેવલપમેન્ટ નહીં કરી રહેલી ચીની કંપનીના અધિકારીઓએ ગત વર્ષે પણ આ જ સમયગાળામાં નિરીક્ષણ કર્યું હતું. પાકિસ્તાનને વ્યૂહાત્મક રીતે દરેક રીતે મદદ કરી રહેલા ચીનને પાક. સરકારે કચ્છની સરહદ નજીક ચીનની કંપનીને ફાળવેલી જમીન પર દિવાળી ટાણે હિલચાલ દેખાઇ હતી. ભારતીય ગુપ્તચર એજન્સીનાં અમુક સૂત્રના અહેવાલ પ્રમાણે દલદલવાળી, ખરાબાની જમીન પર ચીનની કંપનીના અધિકારીઓએ મોટરકારના કાફલા સાથે આંટો માર્યો હતો અને આ કાદવયુક્ત જમીનની ચોમાસા પછી કેવી પરિસ્થિતિ છે એનું નિરીક્ષણ કર્યું હતું. ચોમાસા બાદ ઉત્તરાદી પવન ફૂંકાતાં આ જમીન પરનું પાણી સુકાવા લાગતું હોય છે. ચીનની કંપનીએ સંભવતઃ એને જ કયાસ કાઢ્યો હતો. જાેકે ત્રણ વર્ષ પૂર્વે પાકિસ્તાને ચીનની કંપનીને વિશાળ જમીન ફાળવી હતી પરંતુ ત્યાં હજુ સુધી કોઇ કામગીરી કરાઇ નથી. ચીની કંપની દક્ષિણ પાકિસ્તાનના આ દુર્ગમ વિસ્તારમાં શું કરવા માગે છે એ મુદ્દો સ્પષ્ટ થયો નથી. પાક. સાથેની આંતરરાષ્ટ્રીય સરહદના અંતિમ પિલર ૧૧૭૫થી માત્ર બાર-પંદર કિ.મી. દૂર દલદલવાળા વિશાળ જમીન ચીનને ફાળવીને આર્થિક રીતે કંગાલિયત ભોગવતું પાકિસ્તાન બદલામાં મબલક મદદ મેળવી રહ્યું હોવાનું આ સૂત્રો કહે છે.

Join Our WhatsApp Channel

 

વિદેશથી આવતા તમામ પ્રવાસીયો પર રાખશે નજર, ટેસ્ટીંગ બાદ પણ શંકાસ્પદોને ૭ દિવસ ક્વોરન્ટીન કરાશે

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Sourav Das Ashutosh Ranka Bail Hearing CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન પ્રક્રિયા દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી મળતાં સુનાવણી ટળી; દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ
Ayodhya Ram Mandir Darshan Booking અયોધ્યા રામ મંદિરમાં સુગમ દર્શન બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર હવે ૯૦ દિવસ અગાઉ મળશે પાસ, દૈનિક ક્વોટા વધારી ૨,૦૦૦ કરાયો
Exit mobile version