ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
23 જુન 2020
ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી લદ્દાખમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે જેના કારણે દેશમાં સેનાની ત્રણેય પાંખ યુદ્ધના એલર્ટ પર છે. જોકે ગઈકાલે ચીન દ્વારા બોલાવવામાં આવેલ કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત બાદ ચીન પૂર્વ લદ્દાખના તણાવવાળા વિસ્તારમાંથી પોતાના સૈનિકોને પરત ખેંચવા માટે સહમત થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે તણાવ દરમિયાન સોમવારે લે. જનરલ સ્તરની વાતચીત થઈ હતી. ગઈકાલે 12 કલાક જેટલી લાંબી આ મીટિંગ ચાલી હતી. જેના સકારાત્મક પરિણામ એ આવ્યા કે બંને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે સહમતી બની છે. બંને પક્ષો તણાવગ્રસ્ત વિસ્તારમાંથી સેના પાછી ખેંચવા માટે તૈયાર થયા છે. આર્મી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, કોર કમાન્ડર સ્તરની ચર્ચા બાદ લદાખની ગલવાન ઘાટીમાં એક સામાન્ય સહમતિ સધાઈ છે. વિવાદાસ્પદ ભૂમિથી બંને દેશની સેનાની વાપસી કેવી રીતે થશે તેની પર વાતચીત થઈ. ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો કે પૂર્વ લદાખમાં સંઘર્ષવાળા સ્થળેથી બંને સેના પાછળ હટી જશે. નોંધનીય છે કે ગત સપ્તાહે ગલવાન વેલીમાં ચીનના સૈનિકો સાથેની હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા તેમજ ચીનના 40 જેટલા સૈનિકોના મોત થયા હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા હતા. આ ઘટના બાદ બન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com