Site icon News Continuous Bureau | Mumbai

અરે વાહ, શું વાત છે! આ રાજ્યના નાગરિકોને ઈલેક્ટ્રિક વાહન માટે ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં મળી આટલા ટકા છૂટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 1 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

કેન્દ્ર સરકાર દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ને પ્રોત્સાહન આપી રહી છે, લોકોને EV કાર કે સ્કૂટર ખરીદવા માટે પ્રોત્સાહન તરીકે ભારે ડિસ્કાઉન્ટ મળે છે. તે જ સમયે, ઓડિશા સરકારે પણ જાહેરાત કરી છે કે રાજયમાં EV ખરીદવા પર MV ટેક્સ અને રજિસ્ટ્રેશન ફીમાં 100% છૂટ મળશે.

ઓડિશા સરકારે શનિવારે જાહેરાત કરી હતી કે તે ઇલેક્ટ્રિક વાહનો માટે મોટર વાહન (MV) ટેક્સ અને નોંધણી ફી સંપૂર્ણપણે માફ કરશે. ઈલેક્ટ્રિક વાહનોને ઝડપથી અપનાવવા પ્રોત્સાહિત કરવાના પ્રયાસરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. ઓડિશાના વાણિજ્યિક અને પરિવહન વિભાગે શનિવારે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે તમામ પ્રકારના બેટરી સંચાલિત વાહનો માટે મોટર વાહન કર અને નોંધણી ફીમાં 100 ટકા મુક્તિની મંજૂરી આપી છે.

હવે ગતિ પકડશે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું કામ, ગુજરાતના નવસારીમાં શરૂ થયું આ કામ…જાણો વિગત…

તેની EV નીતિ દ્વારા, ઓડિશા સરકાર વર્ષ 2025 સુધીમાં બેટરી સંચાલિત વાહનોની ઓછામાં ઓછી 20% નોંધણી હાંસલ કરવા અને રાજ્યમાં આવા વાહનો અને તેના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માગે છે. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનોના ખરીદદારો અને ઉત્પાદકો, તેમની બેટરીઓ અને ચાર્જિંગ સ્ટેશનોને અનેક પ્રોત્સાહનો પ્રસ્તાવિત કર્યા છે, જેના માટે ટૂંક સમયમાં અલગ સૂચના રજૂ કરાશે.

 

Piyush Goyal Targets Rahul Gandhi એક CEC ને કેબિનેટમાં લીધા, બીજાને પદ્મવિભૂષણ આપ્યો; પિયૂષ ગોયલે રાહુલ ગાંધી પર કર્યો આકરો પલટવાર
Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Jantar Mantar Protest Site જંતરમંતર પર પ્રદર્શન પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, આ તારીખે તમામ અરજીઓ પર સંયુક્ત સુનાવણી
CJP Protest Political Impact મોદી સરકાર સામે સૌથી મોટો લોકજુવાળ! ‘ઇન્ડિયા’ ગઠબંધન અને CJP ની નવી રણનીતિ શું ઈતિહાસ પોતાનું પુનરાવર્તન કરવા જઈ રહ્યો છે?
Exit mobile version