News Continuous Bureau | Mumbai
Aligarh Muslim University: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (Aligarh Muslim University) માં ગઈ કાલે સોમવારે મોડી રાત્રે વિદ્યાર્થીઓના ( Students ) બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણ દરમિયાન ગોળીબાર ( firing ) પણ થયો હતો જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને મેડિકલ કોલેજ ( Medical College ) માં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ગોળીઓ યુનિવર્સિટીના નોર્થ હોલ હોસ્ટેલમાં ( North Hall Hostel ) ચલાવવામાં આવી હતી.
આ અથડામણમાં એક હોમિયોપેથિક ડોક્ટર સહિત ત્રણ લોકોને ગોળી વાગી હતી. તમામની મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. ફાયરિંગની માહિતી મળતા જ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રોક્ટર પ્રો. વસીમ અહેમદ, પ્રોક્ટોરલ ટીમ અને સિવિલ લાઈન્સ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ રાત્રે 11 વાગ્યાની આસપાસ કેટલાક વિદ્યાર્થીઓ AMUના વી.એમ. હોલ પાસે બેઠા હતા. ત્યારબાદ એક જૂથના કેટલાક લોકો ત્યાં આવ્યા અને ફાયરિંગ શરૂ કર્યું હતું. આ તમામ લોકોએ પોતાના ચહેરા ઢાંકેલા હતા. આ પછી કેમ્પસમાં નાસભાગ મચી ગઈ હતી. આ પછી અન્ય જૂથના લોકો પણ ત્યાં પહોંચી ગયા અને મારામારી શરુ થઇ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે આ લડાઈમાં અનેક રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : India-Canada Tension: ભારતે કેનેડા સાથે વધુ તણાવ વધાર્યો, ડઝનબંધ રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ! અહેવાલ..જાણો શું છે આ સંપુર્ણ પ્રકરણ..વાંચો વિગતે અહીં.
ઘટના બાદ સિવિલ લાઇન્સ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી…
યુનિવર્સિટી કેમ્પસમાં મારામારીની માહિતી મળતાં જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં એકઠા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સિટીના પ્રોક્ટર પ્રો. વસીમ અહેમદે વિદ્યાર્થીઓને શાંત કર્યા અને આરોપી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી. ત્યાર બાદ વિદ્યાર્થીઓ શાંત થયા હતા.
ઘટના બાદ સિવિલ લાઇન્સ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીઓની ઓળખ કરવા માટે કેમ્પસમાં અને તેની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાને સ્કેન કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે વિદ્યાર્થીઓને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.