Site icon

CM Yogi: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં ‘કુંભવાણી’ અને ‘કુંભ મંગલ ધ્વનિ’ એફએમ ચેનલનો શુભારંભ કરાવ્યો

CM Yogi: સમગ્ર પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન, કુંભવાણી ચેનલ આ ઘટનાનું જીવંત પ્રસારણ કરશે અને દેશ અને દુનિયામાં તેની પરંપરાનો પ્રચાર કરશે અને ભક્તોને મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરશે

CM Yogi UP Chief Minister Yogi Adityanath launched 'Kumbhvani' and 'Kumbh Mangal Dhvani' FM channels in Prayagraj

CM Yogi UP Chief Minister Yogi Adityanath launched 'Kumbhvani' and 'Kumbh Mangal Dhvani' FM channels in Prayagraj

News Continuous Bureau | Mumbai 

CM Yogi: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પ્રયાગરાજના સર્કિટ હાઉસ ખાતે મહા કુંભ 2025ને સમર્પિત ઓલ ઇન્ડિયા રેડિયો કુંભવાણી (103.5 મેગાહર્ટ્ઝ)ની વિશેષ એફએમ ચેનલનો શુભારંભ કરાવ્યો હતો. આ ઐતિહાસિક પ્રસંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડો.એલ.મુરુગન પણ આ કાર્યક્રમમાં ઓનલાઇન જોડાયા હતા. સીએમ આદિત્યનાથે આ પ્રસંગે કુંભ મંગલ ધ્વનિનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.

Join Our WhatsApp Community

શ્રી યોગી આદિત્યનાથે કુંભવાણી ચેનલ શરૂ કરવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને સૂચના અને પ્રસારણ મંત્રાલયનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, આ એફએમ ચેનલ લોકપ્રિયતાની નવી ઊંચાઈઓ હાંસલ કરવાની સાથે મહાકુંભને એ અંતરિયાળ ગામડાંઓ સુધી પણ લઈ જશે, જ્યાં લોકો તેમની સંપૂર્ણ ઇચ્છા છતાં કુંભના સ્થળે પહોંચી શક્યા નથી.

CM Yogi: કાર્યક્રમને વર્ચ્યુઅલ રીતે સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને સીએમ યોગી આદિત્યનાથ પ્રત્યે પોતાની ખુશી અને આભાર વ્યક્ત કર્યો હતો અને ટૂંકા ગાળામાં આ વિશેષ એફએમ ચેનલ શરૂ કરવામાં મદદ કરવા બદલ તમામનો આભાર માન્યો હતો.

કુંભવાણી પર લાઇવ કોમેન્ટ્રી ખાસ કરીને એ લોકો માટે ફાયદાકારક રહેશે, જેઓ પ્રયાગરાજમાં કુંભમાં ભાગ લેવા નહીં આવી શકે. આ  ઐતિહાસિક મહાકુંભનું વાતાવરણ દેશ અને સમગ્ર વિશ્વમાં પહોંચાડવામાં પણ મદદરૂપ થશે. દેશના લોકસેવાના પ્રસારણકર્તા પ્રસાર ભારતીની આ પહેલથી ભારતમાં આસ્થાની ઐતિહાસિક પરંપરાને પ્રોત્સાહન મળશે એટલું જ નહીં, પરંતુ શ્રદ્ધાળુઓમાં પણ મહત્વની માહિતીનો પ્રસાર થશે અને તેમના ઘરે સાંસ્કૃતિક તરંગોનો અનુભવ કરાવશે.

CM Yogi: એક નજર કુંભવાણી પર કુંભવાણી ચેનલઃ પરિચય અને પ્રસારણનો સમયગાળો

પ્રસારણ સમયગાળો: 10 જાન્યુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી

પ્રસારણનો સમય: સવારે 5:55 થી રાત્રે 10:05 વાગ્યા સુધી

ફ્રિકવન્સી: FM 103.5 MHz

કુંભવાણીના વિશેષ કાર્યક્રમો:

જીવંત પ્રસારણ: મુખ્ય સ્નાન વિધિનું જીવંત પ્રસારણ (14 અને 29 જાન્યુઆરી, 3 ફેબ્રુઆરી).

કુંભ વિસ્તારની પ્રવૃત્તિઓ પર દૈનિક લાઇવ રિપોર્ટિંગ.

સાંસ્કૃતિક વારસા પર વિશેષ પ્રસ્તુતિઃ સીરિયલ ‘શિવ મહિમા’નું પ્રસારણ.

CM Yogi: ભારતીય સાંસ્કૃતિક વારસા પર આધારિત વિશેષ કાર્યક્રમો.

ટોક શોઝ: ‘નમસ્કાર પ્રયાગરાજ’ (સવારે 9:00-10:00).

‘ફ્રોમ ધ બૅન્ક ઑફ સંગમ’ (સાંજે 4:00-5:30).

વિશેષ આરોગ્ય પરામર્શઃ ‘હેલો ડોક્ટર’ પ્રોગ્રામમાં સ્ટુડિયોના ડોકટરો દ્વારા લાઇવ હેલ્થ કન્સલ્ટેશન.

કુંભ સમાચાર: મુખ્ય સમાચાર બુલેટિન્સ (સવારે 8:40, બપોરે 2:30 અને રાત્રે 8:30).

વિશિષ્ટ વિસ્તાર: રાજ્ય સરકાર અને વિવિધ વિભાગો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું કવરેજ.

યુવાનો, મહિલાઓ અને વિદેશી મુલાકાતીઓ પર વિશેષ કાર્યક્રમ.

આ સમાચાર પણ વાંચો:  Transparency in charities: ચેરીટીતંત્રની કામગીરીમાં પારદર્શિતા વધારવા ગુજરાત રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

CM Yogi:  મહત્વની સૂચનાઓ: મુસાફરી, આરોગ્ય, સ્વચ્છતા, લોસ્ટ એન્ડ ફાઉન્ડ, શું કરવું અને શું ન કરવું તે સંબંધિત માહિતી પ્રસારિત કરવામાં આવશે. ઓલ ઇન્ડિયા રેડિયોએ હંમેશાં જાહેર પ્રસારણકર્તાની વિશેષ ભૂમિકા ભજવી છે અને ભારતીય સાંસ્કૃતિક વારસા અને પરંપરાઓને પ્રોત્સાહન આપ્યું છે. 2013ના કુંભ અને 2019 અર્ધકુંભ દરમિયાન કુંભવાણી ચેનલને શ્રોતાઓમાં ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. આ જ પરંપરાને ધ્યાનમાં રાખીને, મહા કુંભ 2025 માટે આ વિશેષ ચેનલની ફરીથી સ્થાપના કરવામાં આવી છે.

આ પ્રસંગે ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રજેશ પાઠક, કેબિનેટ મંત્રી સ્વતંત્ર દેવ સિંહ, કેબિનેટ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા (નંદી), કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજભર, પ્રસાર ભારતી બોર્ડના અધ્યક્ષ નવનીત સહગલ, પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ દ્વિવેદી, ડાયરેક્ટર જનરલ ઓલ ઈન્ડિયા રેડિયો ડો.પ્રજ્ઞા પાલીવાલ ગૌર, ડાયરેક્ટર જનરલ દૂરદર્શન કંચન પ્રસાદ, ડાયરેક્ટર જનરલ દૂરદર્શન ન્યૂઝ પ્રિયા કુમારી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version