Site icon News Continuous Bureau | Mumbai

BMCની ચૂંટણીમાં કૉન્ગ્રેસનું ‘એકલા ચલો રે’; જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 19 જૂન 2021

Join Our WhatsApp Channel

શનિવાર

આગામી વર્ષે થનારી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી કૉન્ગ્રેસે સ્વતંત્ર રીતે લડવાની જાહેરાત કરી છે.  મુંબઈ કૉન્ગ્રેસના નેતાઓ ઑલ ઇન્ડિયા કૉન્ગ્રેસ કમિટીના સેક્રેટરી અને મહારાષ્ટ્રના ઇન્ચાર્જ એચ. કે. પાટીલ સાથે આ મુદ્દે ચર્ચા કરીને ચૂંટણીને લગતી વ્યૂહરચના ઘડી રહ્યા છે. હાલ તેઓ મહારાષ્ટ્રની ચાર દિવસની મુલાકાતે છે.

મુંબઈ કૉન્ગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપ તથા કૉન્ગ્રેસના અન્ય નેતાઓ સાથે એચ. કે. પાટીલે બેઠક પણ કરી હતી. જેમાં ચૂંટણીલક્ષી મુદ્દાઓ પર ચર્ચા  દરમિયાન દર ત્રણ મહિનામાં મુંબઈ કૉન્ગ્રેસે કરેલી કામગીરીનો અહેવાલ હવેથી લેવાશે એવું નક્કી કરવામાં આવ્યું હતું.

પોતાના જન્મદિને રાહુલ ગાંધીએ અવળચંડો સવાલ પૂછ્યો. ઇન્ડિયા he છે કે પછી she છે.‌ સોશિયલ મીડિયા પર ધમાલ થઈ

અહીં ઉલ્લેખનીય છે NCP-શિવસેના સાથે મળીને પાલિકાની ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યાં છે, ત્યારે મુંબઈના કૉન્ગ્રેસના અગ્રણી નેતાઓના કહેવા મુજબ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી એકલા લડવું જ યોગ્ય રહેશે. હાઈ કમાન્ડ પાસેથી મંજૂરી મળે એની રાહ જોવામાં આવી રહી છે. જોકે એકલા લડવા માટેની તૈયારીઓ મુંબઈમાં ચાલુ કરી દેવામાં આવી છે. મુંબઈમાં કૉન્ગ્રેસને મજબૂત બનાવવાની સાથે જ મતદાતાઓ પાસે સીધા પહોંચવા માટે તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી હોવાનું  ટોચના નેતાએ કહ્યું હતું.

Cockroach Movement Protest Delhi Lockdown વિરોધ પ્રદર્શનની હાકલ વચ્ચે દિલ્હી કિલ્લેબંધીમાં ફેરવાયું; કેન્દ્રીય દિલ્હીના મેટ્રો સ્ટેશનો બંધ, ટ્રેનોના રૂટ ડાયવર્ટ
Delhi Police Denies CJP Protest Permission ‘જંતરમંતર પર પ્રદર્શન નહીં કરવા દઈએ’ દિલ્હી પોલીસનો CJP ને સ્પષ્ટ ઈનકાર
CJP Protest Security Measures CJP ના આંદોલન પહેલાં રેલવેનો મોટો નિર્ણય દિલ્હી આવતી તમામ મેઇલએક્સપ્રેસ ટ્રેનો રદ્દ
Former Judges Letter Vote Theft Row બંધારણીય સંસ્થાઓના સમર્થનમાં ન્યાયવિદો CEC જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચ પરના હુમલા સામે ૪૨ પૂર્વ જજોએ લખ્યો ઓપન લેટર
Exit mobile version