ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 03/10/21
રવિવાર
કોંગ્રેસ પાર્ટી માટે એક પછી એક લાઇન બંધ રીતે માઠાં સમાચારો આવી રહ્યા છે. પંજાબ પછી કોંગ્રેસને બિહાર માં મોટો ઝટકો લાગ્યો છે. બિહારમાં રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ પાર્ટી નું ગઠબંધન છે. હાલ બિહારમાં બે સીટ ઉપર પેટા ચૂંટણી થઈ રહી છે. આ બંને સીટ પર રાષ્ટ્રીય જનતા દળે કોંગ્રેસ પાર્ટીને પૂછ્યા વગર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રીય જનતા દળ ની આ જાહેરાત પછી હવે કોંગ્રેસ પાર્ટી સક્રિય થઇ છે અને કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષે જાહેરાત કરી છે કે તેઓ પણ બંને સીટ ઉપર પોતાના ઉમેદવાર ઊભા રાખશે.
આમ બિહારમાં કોંગ્રેસ પાર્ટીને ઝટકો લાગ્યો છે.
