ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૫ એપ્રિલ 2021
ગુરૂવાર
બાબાસાહેબ આંબેડકર જયંતીના અવસર પર કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી ખાતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ટીવી નામની youtube ચેનલ લોન્ચ કરી દીધી છે. આ ચેનલ નું ટુકાક્ષરી નામ INC ટીવી છે. આ સંદર્ભે વધુ જણાવતાં કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા સુરજેવાલા એ જણાવ્યું કે 24 એપ્રિલના દિવસથી રોજ આઠ કલાક આ ટીવી ચેનલ પર સીધુ પ્રસારણ કરવામાં આવશે. આ ટીવી ચેનલના માધ્યમથી લોકો સુધી કોંગ્રેસ પાર્ટીના વિચાર પહોંચાડવામાં આવશે.
ભાજપ સરકાર પર કટાક્ષ કરતાં તેમણે જણાવ્યું કે આજે તારીખ માં મિડીયા વેચાઈ ગયું છે. ત્યારે આ ચેનલ કોંગ્રેસ પાર્ટી નું સમર્થન કરશે અને ખોટા સમાચારોની પોલખોલ કરશે.
હવે દિલ્હીમાં લાગ્યું વિકેન્ડ લોકડાઉન. જાણો કેટલા દિવસનું અને શું બંધ રહેશે.