Site icon

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે આ પ્રકરણમાં ED સમક્ષ થશે હાજર- જાણો વિગત

India Today Post Poll Survey 2019: Big disclosure in the survey, Rahul Gandhi is the first choice for the post of PM in these three states, know the percentage of votes for Prime Minister Modi

India Today Post Poll Survey 2019: Big disclosure in the survey, Rahul Gandhi is the first choice for the post of PM in these three states, know the percentage of votes for Prime Minister Modi

News Continuous Bureau | Mumbai 

નેશનલ હેરાલ્ડ પ્રકરણ(National Herald case)માં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવાના છે.  જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી(Congress Chief Sonia Gandhi)ને કોવિડ સંબંધી તકલીફ વધી જતાં હોસ્પિટલ(hospitalised)માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ EDએ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધીને 8 જૂને તપાસ  માટે હાજર થવા કહ્યું હતું. જોકે તેઓ કોરોના સંક્રમિત થતા તેઓએ 3 અઠવાડિયાનો સમય માગ્યો હતો. હવે તેઓને 23 જૂનના બોલાવવામાં આવ્યા છે. આ કેસમાં રાહુલ ગાંધીને પણ સમન્સ મોકલવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Community

EDએ રાહુલ ગાંધીને પુછતાછ માટે આજે હાજર થવાનું ફરમાન કર્યું છે, તેના વિરોધમાં આજે દિલ્હી(Delhi)માં ED ની ઓફિસ સમક્ષ સહિત દેશભરમાં કોંગ્રેસ પોતાનો વિરોધ પ્રદર્શિત કરવાની છે. કોંગ્રેસ નેતા મનિકમ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા વિપક્ષના અવાજને ચૂપ કરાવવા માટે કેન્દ્રીય તપાસ એજેન્સીનો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેથી આજે દેશભરમાં EDની ઓફિસ સમશ્ર કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાનો વિરોધ જાહેર કરશે.

આ સમાચાર પણ વાંચો : કોરોનાના કેસ વધતા મુંબઈગરાઓએ બુસ્ટર ડોઝ લેવા મૂકી દોટ- માત્ર એક જ દિવસમાં આટલા હજાર લોકોએ લીધો બુસ્ટર ડોઝ

કોંગ્રેસ નેતા મનિકમે કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ખોટા કેસમાં ફસાવવાનું કાવતરું છે. તેમની સામેના આરોપ ખોટા છે. આ રાજકીય દ્વેષ છે. દેશભરમાં વિરોધી પક્ષના નેતાઓ પર છાપા મારવામાં આવી રહ્યા છે અને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોંગ્રેસ પાર્ટી ED અને સીબીઆઈ(CBI)ના ગેરઉપયોગની વિરુદ્ધમાં છે. આ વખતે તેઓ કોની પણ વિરુદ્ધ જશે તો અમે તેમનો વિરોધ કરશું. હવે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે તેઓ ખોટા કેસ કરી રહ્યા છે. વિરોધી પાર્ટી સામે ખોટા કેસ કરવાની એ લોકોને આદત પડી ગઈ છે.

નેશનલ હેરાલ્ડ પ્રકરણમાં પૈસાનું કૌંભાડ કરવામાં આવ્યું હોવાનો આરોપ ખોટો છે. સમજી વિચારીને કાવતરું રચવામાં આવી રહ્યું છે. નેશનલ હેરાલ્ડ જવાહરલાલ નેહરુ(Jawaherlal Nehru)એ ચાલુ કરાવ્યું હતું, જે બંધ થઈ ચૂકયું છે. તેના પત્રકાર અને કર્મચારીને પગાર નહોતો આપવામાં આવ્યો હતો. તેથી કોંગ્રેસે હપ્તામાં પૈસા આપ્યા હતા, જેથી તેમના ઘર ચાલી શકે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ એક નોનપ્રોફિટ કંપની(non profit company) છે, અને આ લોકો રાહુલ ગાંધી પર ખોટા આરોપ લગાવી રહ્યા છે એવો દાવો પણ કોંગ્રેસ નેતા મનિકમે કર્યો હતો.

Al-Falah University: EDની કાર્યવાહીથી યુનિવર્સિટી જગતમાં ખળભળાટ! અલ-ફલાહ યુનિવર્સિટીના ફંડિંગની થશે ઝીણવટભરી તપાસ.
Doctor Arif Custody: દિલ્હી બ્લાસ્ટના આરોપી ડૉ. શાહીનનો સાથીદાર ડૉ. આરિફ કાનપુરમાંથી ઝડપાયો, તપાસમાં નવો વળાંક
Amit Shah: ગૃહ મંત્રાલય સક્રિય: દિલ્હી બ્લાસ્ટ કેસમાં અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી, આતંકવાદીઓ સામે ‘ઝીરો ટોલરન્સ’નો આદેશ.
Dr. Shaheen Shahid: દિલ્હી બ્લાસ્ટ: લખનૌમાં ડૉ. શાહીનને મળનારા બધા અયોધ્યા ગયા હતા! ક્યાં રોકાયા, કોને મળ્યા? – NIAની હાઈપ્રોફાઇલ તપાસ
Exit mobile version