ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો
મુંબઇ
28 ઓગસ્ટ 2020
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સહિત 23 લોકોએ, કોંગ્રેસને નેતૃત્વમાં પરિવર્તનની માંગ સાથે લખેલા પત્ર અંગે હોબાળો મચી ગયો છે. દરમિયાન, કપિલ સિબ્બલે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બાદ પોતાની પ્રથમ મુલાકાતમાં કહ્યું હતું કે, 'કોંગ્રેસ તેના ઇતિહાસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ત્યારે પાર્ટીને સ્થાયી નેતૃત્વની જરૂર છે, જે 24 કલાક કામ કરવા તૈયાર હોય.' કપિલ સિબ્બલ એવા 23 નેતાઓમાંથી એક છે જેમણે કોંગ્રેસ પાર્ટીમાં બદલાતા નેતૃત્વ સહિતના વ્યાપક સુધારાની માંગ સાથે વિવાદિત પત્ર લખ્યો હતો. કપિલ સિબ્બલે કહ્યું કે, 'અમારો હેતુ પાર્ટીને પુનર્જીવિત કરવાનો છે. અમે તેના પુનરુત્થાનમાં ભાગીદાર બનવા માંગીએ છીએ. આ પક્ષ બંધારણ અને કોંગ્રેસના વારસા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા છે.
કોંગ્રેસમાં પક્ષના નેતૃત્વ અને કાર્ય પદ્ધતિને લઇને કોંગ્રેસના 23 નેતાઓએ જે પત્ર પક્ષના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખ્યો હતો. તે પત્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ સહી કરી હતી આ બેઠકના ચાર દિવસ બાદ ગુલામ નબી આઝાદે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે તેમણે કહ્યું કે 'નિયુક્ત કરાયેલા કોંગ્રેસ અધ્યક્ષને પક્ષમાં એક ટકો પણ સમર્થન નથી. આથી જો ચૂંટાયેલા લોકો પક્ષ ને લીડ કરશે તો પક્ષની સ્થિતિ પહેલા કરતાં વધુ સુધરશે. અન્યથા આગામી 50 વર્ષ સુધી કોંગ્રેસ વિરોધ પક્ષમાં જ બેસશે. અને જે લોકો અમારા પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે તે તમામને પોતાનું પદ ગુમાવવાનો ડર લાગી રહ્યો છે.' એમ પણ અંતમાં ગુલામ નબી આઝાદે કહ્યું હતું..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com
