Site icon News Continuous Bureau | Mumbai

કોંગ્રેસ ઇતિહાસનાં સૌથી ખરાબ તબક્કામાં– જો આવી જ સ્થિતી રહી તો 50 વર્ષ સુધી કોંગ્રેસે વિપક્ષમાં જ બેસવું પડશે.— કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની રાય

Congress Plenary Sesssion in Raipur: Sonia Gandhi drops a big hint about her future in politics

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Channel

28 ઓગસ્ટ 2020

કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સહિત 23 લોકોએ, કોંગ્રેસને નેતૃત્વમાં પરિવર્તનની માંગ સાથે લખેલા પત્ર અંગે હોબાળો મચી ગયો છે. દરમિયાન, કપિલ સિબ્બલે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક બાદ પોતાની પ્રથમ મુલાકાતમાં કહ્યું હતું કે, 'કોંગ્રેસ તેના ઇતિહાસના  સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ત્યારે પાર્ટીને સ્થાયી નેતૃત્વની જરૂર છે, જે 24 કલાક કામ કરવા તૈયાર હોય.' કપિલ સિબ્બલ એવા 23 નેતાઓમાંથી એક છે જેમણે કોંગ્રેસ પાર્ટીમાં બદલાતા નેતૃત્વ સહિતના વ્યાપક સુધારાની માંગ સાથે વિવાદિત પત્ર લખ્યો હતો.  કપિલ સિબ્બલે કહ્યું કે, 'અમારો હેતુ પાર્ટીને પુનર્જીવિત કરવાનો છે. અમે તેના પુનરુત્થાનમાં ભાગીદાર બનવા માંગીએ છીએ. આ પક્ષ બંધારણ અને કોંગ્રેસના વારસા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા છે.

કોંગ્રેસમાં પક્ષના નેતૃત્વ અને કાર્ય પદ્ધતિને લઇને કોંગ્રેસના 23 નેતાઓએ જે પત્ર પક્ષના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને લખ્યો હતો. તે પત્રમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પણ સહી કરી હતી આ બેઠકના ચાર દિવસ બાદ ગુલામ નબી આઝાદે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે તેમણે કહ્યું કે 'નિયુક્ત કરાયેલા કોંગ્રેસ અધ્યક્ષને પક્ષમાં એક ટકો પણ સમર્થન નથી. આથી જો ચૂંટાયેલા લોકો પક્ષ ને લીડ કરશે તો પક્ષની સ્થિતિ પહેલા કરતાં વધુ સુધરશે.  અન્યથા આગામી 50 વર્ષ સુધી કોંગ્રેસ વિરોધ પક્ષમાં જ બેસશે.  અને જે લોકો અમારા પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે તે તમામને પોતાનું પદ ગુમાવવાનો ડર લાગી રહ્યો છે.' એમ પણ અંતમાં ગુલામ નબી આઝાદે કહ્યું હતું..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Shashi Tharoor Counters PM Modi પીએમ મોદીના ‘રોકેટ લોન્ચ’ કટાક્ષ પર શશિ થરૂરનો પલટવાર કહ્યું ‘રાહુલ ગાંધીની વધતી લોકપ્રિયતાથી ભાજ…!’
Ban On Single Use Medical Devices હોસ્પિટલોમાં ‘એક વાર વપરાયેલું સાધન ફરી વાપર્યું’ તો લાયસન્સ રદ! કેન્દ્ર સરકારે કેમ લીધો આ આકરો નિર્ણય? જાણો અસલી ખતરો
Delhi CAPF Deployment Extended દિલ્હીમાં કંઈક મોટું થવાના એંધાણ? ૨૭૩ કંપની પેરામિલિટ્રી ફોર્સિસની તૈનાતી આ તારીખ સુધી લંબાવાઈ…
PM Modi Attack On Rahul Gandhi ‘રાહુલ ગાંધી કોંગ્રેસનું ફેલ્ડ પ્રોડક્ટ’ પીએમ મોદીનો વિપક્ષ પર આકરો કટાક્ષ, કહ્યું ‘વિદેશ જઈને ભારતની છબી ખરડવાનું કામ કરે છે!’
Exit mobile version