ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૫ મે 2021
શનિવાર
મહારાષ્ટ્રના સાંસદ તેમ જ ગુજરાત કૉન્ગ્રેસના પ્રભારી એવા રાજીવ સાતવની તબિયત ખરાબ થઈ છે. થોડા દિવસ અગાઉ તેમને કોરોના થયો હતો. એ સમયે ઉપચાર માટે તેમને પુનાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમની તબિયત વધુ ખરાબ થઈ છે. કોરોનાથી બહાર આવ્યા બાદ તેમના શરીર પર સાઇટોમોગીલો નામના વિષાણુનો ચેપ લાગ્યો છે. તેમના શરીરમાં પ્રવેશેલો નિમોનિયા ફરી એકવાર વધ્યો છે. આ કારણથી તેમની તબિયત ખરાબ થઈ છે. હમણાં તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.
એક ગુજરાતી માણસ બન્યો બાટા ઇન્ડિયાનો સીઈઓ; જાણો કોણ છે તે વ્યક્તિ
