Site icon

Congress Tax Row: કોંગ્રેસને ઝટકો, બેંક ખાતાઓ સામેની કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવાની અરજી IT ટ્રિબ્યુનલએ ફગાવી.. જાણો શું છે સમગ્ર મામલો..

Congress Tax Row: ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે અગાઉના આઈટી રિટર્ન માટે દંડને અલગ રાખવાની કોંગ્રેસ પાર્ટીની અપીલને ફગાવી દીધી છે. કોંગ્રેસના નેતા અજય માકને કહ્યું કે અમે ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલના આદેશ સામે કાયદાકીય વિકલ્પો શોધી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તેની વિરુદ્ધ હાઈકોર્ટમાં જઈશું. તમને જણાવી દઈએ કે આવકવેરા વિભાગે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ સાથે સંબંધિત ચાર બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા.

Congress Tax Row I-T tribunal junks Congress' plea to stay action on its bank accounts

Congress Tax Row I-T tribunal junks Congress' plea to stay action on its bank accounts

  News Continuous Bureau | Mumbai 

Congress Tax Row: ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ કોંગ્રેસને ઝટકો આપ્યો છે. ITATએ પાર્ટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ( Plea ) ને ફગાવી દીધી છે, જેમાં આવકવેરા વિભાગે તેમના બેંક ખાતાઓને રિકવરી અને ફ્રીઝ કરવાની કાર્યવાહી પર સ્ટે માંગ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ આવકવેરા વિભાગે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા ચાર બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા. આવકવેરા વિભાગે રૂ. 210 કરોડની રિકવરી માંગી છે. એટલે કે કોંગ્રેસે આ રકમ પેનલ્ટી તરીકે આવકવેરા વિભાગને ચૂકવવી પડશે. પાર્ટીએ આની સામે ઓથોરિટી સમક્ષ અપીલ કરી હતી.

Join Our WhatsApp Community

શું હતી કોંગ્રેસની માંગ?

કોંગ્રેસ તરફથી હાજર એડવોકેટ એ આદેશને 10 દિવસ માટે મુલતવી રાખવા વિનંતી કરી હતી જેથી કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (આઈએનસી) હાઈકોર્ટનો સંપર્ક કરી શકે. જોકે, બેન્ચે તેને ફગાવી દેતાં કહ્યું હતું કે અમારી સમક્ષ આવી કોઈ જોગવાઈ નથી.

એડવોકેટ એ દલીલ કરી હતી કે આઇટીના દાવાથી વિપરીત, રાજકીય પક્ષ ભંડોળ માટે મર્યાદિત છે કારણ કે તેને ચૂંટણી માટે ભંડોળની જરૂર છે. તેમણે કહ્યું કે જો પાર્ટી આગામી ચૂંટણીમાં માત્ર 350 સીટો પર જ ચૂંટણી લડે તો પણ તેને દરેક ઉમેદવારના 50 ટકા ખર્ચ ઉઠાવવા પડી શકે છે, જે મોંઘુ સાબિત થઈ શકે છે. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 મુજબ, એક ઉમેદવાર લોકસભા ચૂંટણીમાં 95 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : IND vs ENG: બીજા દિવસની રમત પૂર્ણ, ટીમ ઈંડિયાએ મેળવી લીડ; ઇંગ્લેન્ડ બેકફૂટ પર; જાણો સ્કોર..

શું છે મામલો?

તમને જણાવી દઈએ કે આ સમગ્ર મામલો 2018-2019ના આવકવેરા રિટર્ન સાથે સંબંધિત છે. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાસેથી દંડ તરીકે રૂ. 210 કરોડની વસૂલાતની માંગ કરી છે. આ ક્રિયાના બે કારણો છે. આનું કારણ એ છે કે ડિપાર્ટમેન્ટ દ્વારા 31 ડિસેમ્બર 2019 ના રોજ નિર્ધારિત તારીખથી 40-45 દિવસ મોડું રિટર્ન સબમિટ કરવામાં આવ્યું હતું.

આ સિવાય 2018-19 ચૂંટણીનું વર્ષ હતું. કોંગ્રેસે 199 કરોડનો ખર્ચ કર્યો હતો. તેમાંથી 14 લાખ 40 હજાર રૂપિયા કોંગ્રેસના સાંસદો અને ધારાસભ્યોએ તેમના પગારના ભાગરૂપે જમા કરાવ્યા હતા. આ પૈસા રોકડમાં જમા કરાવ્યા હતા. આ કારણસર આવકવેરા વિભાગે કોંગ્રેસ પર 210 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.

Pakistan Army: લીપા વેલીમાં પાકિસ્તાની સેનાનો સીઝફાયર ભંગ, ભારતીય ચોકીઓ પર ફાયરિંગ
Delhi Airport: જુઓ: દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના: વિમાનથી થોડે દૂર ઊભેલી બસ બની આગનો ગોળો, જુઓ વિડિયો
Fake voter list: ઉદ્ધવ જૂથનો સણસણતો આક્ષેપ: ‘ચૂંટણી રોકી દઈશું’ – વોટર લિસ્ટ પર ઉઠાવ્યા સવાલ
Cyclone Montha: બંગાળની ખાડીમાં ચક્રવાત મોંથા થયું પ્રચંડ, જાણો ક્યારે થશે લેન્ડફૉલ, આંધ્રથી ઓડિશા સુધી હાઈ એલર્ટ
Exit mobile version