Site icon News Continuous Bureau | Mumbai

સંસદના ચોમાસુ સત્રની તૈયારીઓ શરૂ, ગલવાન-ચીન, ફેસબુકનો મુદ્દાઓ છવાયેલા રહેશે… વાંચો વિગતવાર

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

21 ઓગસ્ટ 2020 

સંસદના ચોમાસુ સત્રની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કોરોનાની પૃષ્ઠભૂમિ સામે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે. આગામી સંસદ સત્રમાં શાસક પક્ષ અને વિપક્ષો વચ્ચે કયા કયા મુદ્દદાઓ અને આક્ષેપો છવાયેલા રહેશે તેના ક્યાશો અને તૈયારી અત્યારથી જ વર્તાઈ રહી છે. ફેસબુક પર પણ આ મુદ્દા પર ચર્ચા થઈ છે. કોંગ્રેસ સહિતના વિપક્ષી જૂથોએ લદ્દાખની પેટા-ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી, અને કહ્યું હતું કે બીજપની સરકાર લડાખ સરકારને હટાવવાનો પ્રયાસ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યાં મુજબ સંસદના વરસાદી સત્રની તૈયારીઓ ચાલી રહી છે, જે બે અઠવાડિયા સુધી ચાલશે. સત્ર 10 સપ્ટેમ્બરથી શરૂ થવાની સંભાવના છે. કોરોનાની ગાઈડલાઈન અનુસરવા માટે, લોકસભા અને રાજ્યસભાની બેઠકોનો સમય અલગ અલગ હશે. તેમજ મીટિંગ માટે બંને ગૃહોનો ઉપયોગ કરવામાં આવશે. જેથી ભીડ ભેગી ન થાય.

અમેરિકાના એક દૈનિક દ્વારા ફેસબુક દ્વારા પક્ષપાત થતો હોવાની વાતની જાણ થતાં જ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે. આ ઉપરાંત કોંગ્રેસના સાંસદ શશી થરૂરે ફેસબુકના મુદ્દે ભાજપના સાંસદ નિશીકાંત દુબેને વિશેષાધિકાર નોટિસ ફટકારી છે. થરૂરે દુબે પર અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેના જવાબમાં દુબેએ કોંગ્રેસ નેતાઓ રાહુલ ગાંધી અને શશી થરૂરને વિશેષાધિકારી નોટિસ પણ આપી છે. આમ ભારત ચીન અથડામણ, ફેસબુકનો પક્ષપાત, લદાખમાં ચૂંટણીઓ, કોરોનાનું સંક્રમણના કારણે ઉભી થાય મંદી અને બેકારી જેવાં મુદાઓ સંસદમાં છવાયેલા રહેશે.. એવું અનુમાન લગાવાઈ રહ્યું છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Crime Branch Summons સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાને ક્રાઇમ બ્રાન્ચનું તેડું પૂછપરછ માટે આ તારીખે હાજર રહેવા નોટિસ
Vote Theft Row દિલ્હી ગજવશે વિપક્ષી મોરચો! મત ચોરીના મુદ્દે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને ઘેરવા મહાગઠબંધન તૈયાર બેઠકમાં ઘડાશે સીધો એક્શન પ્લાન
Rehan’s Exhibition Row કલાથી પણ ડરી ગઈ સરકાર? પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રાના ફોટો એક્ઝિબિશન પર ભારે હોબાળો તસવીરો હટાવવાની નોટિસથી વિપક્ષ લાલઘૂમ!
Sourav Ranka Judicial Custody પોલીસે સૌરવ અને રાંકાની જ્યુડિશિયલ કસ્ટડી વધારવા કરી માંગણી, કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો
Exit mobile version