Site icon

Congress: વર્લ્ડ કપ જોવા ગયા, પણ મણિપુર જઇ ન શક્યા….કોંગ્રેસે પીએમ મોદીને ઘેર્યા… જાણો વિગતે..

Congress: 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રાથમિકતાઓ સ્પષ્ટ છે. તેની પાસે મણિપુર જવાનો સમય નથી પરંતુ ક્રિકેટ મેચ જોવા માટે તેની પાસે પુષ્કળ સમય છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ જોવા આવેલા પીએમ પર આ ટોણો માર્યો છે.

Congress Went to see the World Cup, but could not go to Manipur....Congress surrounded PM Modi

Congress Went to see the World Cup, but could not go to Manipur....Congress surrounded PM Modi

News Continuous Bureau | Mumbai

Congress: રવિવારે વર્લ્ડ કપ ફાઇનલ ( World Cup Final ) જોવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( Narendra Modi ) , શાહરુખ ખાન, રણવીર સહિત અનેક બોલીવુડ કલાકોરો સહિત દોઢ લાખ પ્રેક્ષકો સામે ઓસ્ટ્રેલિયાએ 140 કરોડ ભારતીયોનું સપનું ચકનાચૂર કરી દીધું હતું અને 12 વર્ષ બાદ ભારતની વર્લ્ડ કપ જીતવાની ઇચ્છા અધૂરી રહી ગઇ હતી. દરમિયાન ભારત-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ ફાઇનલ જોવા પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર હવે કોંગ્રેસે નિશાનો સાધ્યો છે.

Join Our WhatsApp Community

‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) ની પ્રાથમિકતાઓ સ્પષ્ટ છે. તેની પાસે મણિપુર ( Manipur ) જવાનો સમય નથી પરંતુ ક્રિકેટ મેચ ( Cricket Match ) જોવા માટે તેની પાસે પુષ્કળ સમય છે. કોંગ્રેસ ( Congress ) નેતા જયરામ રમેશે ( Jairam Ramesh ) ભારત-ઓસ્ટ્રેલિયા ( IND vs AUS ) મેચ જોવા આવેલા પીએમ પર આ ટોણો માર્યો છે. રવિવારે રાત્રે ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ પૂરી થયાં બાદ જયરામ રમેશે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં તેમના નામે બનેલા સ્ટેડિયમમાં મેચ જોવા માટે સમય કાઢ્યો. હવે આવતી કાલથી તેઓ રાજસ્થાન અને તેલંગણા જઇને કોંગ્રેસને ગાળો આપશે. છતાં તેમને મણિપૂર જવા માટે સમય મળી નથી રહ્યો. ત્યાં હજી પણ તનાવ પૂર્ણ વાતાવરણ છે.

ટીમ ઈન્ડિયાની આંખોમાં આંસુ છે પણ પીએમ આટલું બધું કેમ હસે છે – કોંગ્રેસ…

પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ ટીમ ઈન્ડિયાના વખાણ કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે જીત-હાર કરતાં પૂરા જુસ્સા સાથે લડવું વધુ મહત્વનું છે. ટીમ ઈન્ડિયાએ સમગ્ર શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ગર્વ સાથે ફાઇનલમાં પહોંચ્યો. તેણે ટીમ ઈન્ડિયાને ચીયર અપ કર્યું અને ઓસ્ટ્રેલિયાની જીતની શુભેચ્છા પાઠવી.

આ સમાચાર પણ વાંચો : SEBI-Sahara fund: સુબ્રતો રોયનુ નિધન, સરકારની તિજારીમાં 25 હજાર કરોડ… હવે રોકાણકારોનું શું? જાણો વિગતે..

તેમ જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ટીમ ઇન્ડિયાની પ્રશંસા કરી હતી. આખા વર્લ્ડ કપમાં તમારા પરફોર્મન્સ માટે દરેક ભારતીયને ગર્વ છે. જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટીમ ઇન્ડિયાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ટીમ ઇન્ડિયા તમે આખા વર્લ્ડ કપમાં બહુ સારું પરફોર્મ કર્યું છે. જીતો કે હારો અમે કોઇ પણ પરિસ્થિતીમાં તમારા પર પ્રેમ કરીએ છીએ. આપણેઆગામી વર્લ્ડ કપ જીતીશું.

દરમિયાન કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેટે વડાપ્રધાનનો એક વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં તેઓ હસી રહ્યાં છે. તેમણે કહ્યું, “ભારતીય ટીમની આંખોમાં આંસુ છે, દેશનું વર્લ્ડ કપ જીતવાનુ સપનુ તૂટી ગયું છે, પરંતુ તે (પીએમ) આટલું બધું કેમ હસી રહ્યા છે.”

Mumbai Rain: ગોવા પછી મુંબઈમાં પણ વરસાદ, સમુદ્રમાં ઊંચા મોજાનું એલર્ટ, આઈએમડીએ આપી આ ચેતવણી
Cyber ​​thug: સાયબર ઠગોએ લીધો જીવ! પુણેમાં નિવૃત્ત અધિકારીને ૧.૧૯ કરોડની છેતરપિંડીનો આઘાત, થયું દુઃખદ નિધન
Delhi Riots 2020: સત્તા પરિવર્તનના ષડયંત્ર હતા ૨૦૨૦ના રમખાણો… સુપ્રીમ કોર્ટમાં દિલ્હી પોલીસનો દાવો, ટ્રમ્પના પ્રવાસ સાથે શું છે કનેક્શન?
Akhtar Qutubuddin: નકલી વૈજ્ઞાનિક બનેલા અખ્તર કુતુબુદ્દીને પરમાણુ ડેટા ચોર્યો! ચિંતા વધારનારી ઘણી વસ્તુઓ મળી આવી
Exit mobile version