ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
24 ઓગષ્ટ 2020
કોંગ્રેસના મતમતાંતરો ખુલીને બહાર આવ્યા છે. આજની CWC ની બેઠકમાં નક્કી થયું કે જયાં સુધી નવા પક્ષ પ્રમુખનું નામ નક્કી ના થાય ત્યાં સુધી સોનિયા ગાંધી કાર્યકરી અધ્યક્ષ બની રહેશે. યુવા નેતા તરીકે ઓળખાતા રાહુલ ગાંધીનું નામ આગળ કરવામાં આવ્યું હતું. પરંતું તેઓ કોઈ જવાબદારી માથે લેવાં માંગતા નથી. કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનને લઈને ફરી જંગ શરૂ થઈ છે. આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અને કહેવાતા યુવાન નેતાઓ આમને-સામને આવી ગયા હતાં. પક્ષ અધ્યક્ષ પરિવર્તનને લઈ વરિષ્ઠ નેતાઓ એ સોનિયા ગાંધીને એક પત્ર લખ્યો હતો. વરિષ્ઠ નેતાઓના પત્ર પર રાહુલ ગાંધીએ ટોન્ટ માર્યો હતો કે "લખનાર લોકોની ભાજપ સાથે મિલીભગત છે." આવા ગંભીર આરોપ લાગ્યા બાદ કોંગ્રેસના અલગ-અલગ નેતાઓ આકરી પ્રતિક્રિયાઓ આપી રહયાં છે.
બેઠકની ગોપનીયતાને લઈને પણ સવાલ ઉઠી રહ્યાં છે. પાર્ટીમાં જાણકારી લીક થવાનો ખતરો એટલો વધુ છે કે આજે CWC ની બેઠક પણ ઝૂમ એપ પર ન બોલાવવામાં આવી. જેનું કારણ જણાવવામાં આવ્યું કે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઝૂમની જગ્યાએ Cisco WebEx પર બેઠક બોલાવવામાં આવી છે. આ એપ દ્વારા વીડિયો બેઠકમાં હાજર લોકો માત્ર પોતાનો વીડિયો રેકોર્ડ કરી શકે છે. આખી મીટિંગની વાતચીત રેકોર્ડ કરી શકતા નહીં.
આમ છતાં બપોરે બેઠક શરૂ થઈ તેનાં થોડાજ સમયમાં અંદરની તમામ પ્રકારની ખબરો બહાર આવવા લાગી. આ લડાઈમાં કોંગ્રેસની એક કાર્યકર્તા દ્વારા કહેવાયું કે, હાલ ચાલી રહેલી કાર્યસમિતિની બેઠકની દરેક જાણકારી આ નેતા મીડિયામાં લીક કરી રહ્યાં છે, એવાં આરોપો પણ લાગ્યાં.
ઉલ્લેખનીય છે કે 10 ઓગસ્ટે અંતરિમ અધ્યક્ષના રૂપમાં સોનિયા ગાંધીનું એક વર્ષ પૂરુ થઈ ગયું છે. આ વચ્ચે પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ પહેલા જ સોનિયા ગાંધીને પત્ર લખીને નેતૃત્વમાં મોટા ફેરફાર કરવાની માગ કરી હતી. પરંતું રાહુલના આરોપ બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. પત્ર લખનારમાં સામેલ ગુલામ નબી આઝાકે સ્પષ્ટ કહ્યુ કે, જો તેમનો ગુનો સાબિત થાય તો રાજીનામુ આપી દઇશ. બીજી બાજુ કપિલ સિબ્બલે રાહુલના આ નિવેદન પર વિરોધ વ્યક્ત કર્યો છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com