ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઓક્ટોબર, 2021
શનિવાર.
કોંગ્રેસ પાર્ટીએ સિનિયર નેતાઓની વર્કિંગ કમિટીની બેઠક બોલાવવાની માગ સ્વીકારી લીધી છે.
કોંગ્રેસ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે 16 ઓક્ટોબરે સવારના 10 વાગ્યે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે.
આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણી અને સંગઠનાત્મક ચૂંટણીઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત સોનિયા ગાંધીને ફૂલ ટાઈમ અધ્યક્ષ બનાવવા કે પછી બીજા કોઈ નેતાને કોંગ્રેસની કમાન સોંપવી તે અંગે પણ પાર્ટીમાં મંથન ચાલશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસોથી કોંગ્રેસના સિનિયર નેતાઓ પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠક બોલાવવાની માગ કરી રહ્યાં છે.