ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
ચિપકો આંદોલનના પ્રણેતા એવા સુંદરલાલ બહુગુણાનું નિધન થયું છે.
તેઓને કોરોના થયો હતો. હૃષીકેશની એઇમ્સ હૉસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો.
તેમના મૃત્યુ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. સુંદરલાલ બહુગુણા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ પર્યાવરણવિદ હતા.
