Site icon

કેન્દ્ર સરકારે કર્યો મોટો નિર્ણય; હવે હોસ્પિટલમાં દાખલ થવા માટે કોરોના રિપોર્ટની જરૂર નથી

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સદંતર વધતી જઈ રહી છે. તેવામાં હવે કેન્દ્ર સરકારે મહત્વનો દર્દી-કેન્દ્રિત નિર્ણય કર્યો છે. તે અનુસાર હવે કોરોનાના શંકાસ્પદ દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવા માટે કોરોના રિપોર્ટની જરૂર નથી. આ નવી ગાઈડલાઈન પ્રમાણે હવે દર્દીઓને કોઈપણ આધારે સારવાર માટે ના કહી શકાશે નહિ.

આ નવી ગાઈડલાઈનમાં સરકારે જણાવ્યું છે કે "આ દર્દી-કેન્દ્રિત પગલાનું લક્ષ્ય કોવિડ ૧૯થી પીડિત દર્દીઓની તાત્કાલિક, અસરકારક અને વ્યાપક સારવારની ખાતરી કરવી છે." નવી ગાઈડલાઈનમાં સરકારે ૪ મુદ્દાઓ પર ખૂબ ભાર આપ્યો છે. (૧) કોવિડ સ્વાસ્થ્ય સુવિધામાં પ્રવેશ માટે કોવિડ-૧૯ પોઝિટીવ રિપોર્ટ ફરજિયાત નથી. શંકાસ્પદ દર્દીને પણ કોવિડ કેર સેન્ટર્સ, ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેંટર અથવા ડી.એચ.સી.ના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરવામાં આવશે. (૨) દર્દીને કોઈપણ આધરે સારવાર માટે ઇનકાર કરવામાં આવશે નહીં. આમાં ઓક્સિજન અથવા આવશ્યક દવાઓ જેવી દવાઓ શામેલ છે, ભલે દર્દી બીજા શહેરનો કેમ ન હોય. (૩) દર્દી જ્યાં હોસ્પિટલ છે તે શહેરના નાગરિક હોવાનું માન્ય ઓળખપત્ર પ્રસ્તુત ન કરી શકે તો પણ પ્રવેશ નકારી શકાશે નહિ. (૪) હોસ્પિટલોમાં પ્રવેશ જરૂરીયાતના આધારે હોવો જોઈએ. તે સુનિશ્ચિત કરવું જોઈએ કે બેડ્સ પર એવા દર્દીઓ નથી જેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી.

કોરોનાની સારવાર માટે DRDOએ તૈયાર કરેલી આ દવાને ડીસીજીઆઈએ ઈમરજન્સી ઉપયોગ માટે આપી મંજૂરી 

ઉલ્લેખનીય છે કે આ નવી માર્ગદર્શિકા કેન્દ્ર, રાજ્ય સરકારો / કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ હેઠળની તમામ હોસ્પિટલો તેમ જ આવા દર્દીઓનું સંચાલન કરતી ખાનગી હોસ્પિટલોમાં  લાગુ થશે.

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version