Site icon

700 થી 1000 રૂપિયા સુધી મળી શકે છે કોરોના વેક્સિન. કિંમત અંગે જલ્દી જ થશે સ્પષ્ટતા. જાણો વિગત..

  1 મે થી દેશભરમાં અઢાર વર્ષની ઉંમરના લોકોને વેક્સિન આપવાની સરકાર તરફથી જાહેરાત કરી દેવામાં આવી છે. અત્યાર સુધી સરકાર ૪૫ વર્ષથી ઉપરના લોકોને મફત વેક્સિન આપી રહી હતી. પરંતુ કેબિનેટની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય પ્રમાણે 18 વર્ષથી ઉપરના લોકો ને ફ્રીમાં કોરોના વેક્સિન આપવામાં આવશે. પરંતુ જે લોકો સક્ષમ છે અને વેક્સિનની કિંમત ચૂકવી શકે છે, તેમને સરકાર તરફથી અપીલ કરવામાં આવશે કે તેઓ પ્રાઇવેટ સેન્ટરમાં જઈને વેક્સિન લઈ લે. ત્યારે લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે માર્કેટમાં આ વેક્સિનની કિંમત કેટલા રૂપિયા સુધી હશે. જોકે અત્યારે સરકાર તરફથી પ્રાઇવેટ વેક્સિન સેન્ટરમાં વેક્સિનની અઢીસો રૂપિયા પ્રતિ ડોઝ જેટલી કિંમત રાખવામાં આવી છે.


  રશિયન વેક્સિન સ્પુટનિક- V ને  આયાત કરવાની તૈયારી કરી કરી રહેલા ડોક્ટર રેડ્ડી વેક્સિનની કિંમત અંદાજે સાડા સાતસો રૂપિયા જેટલી રાખી શકે છે. સરકારે આ રસીને મંજૂરી આપી દીધી છે. જોકે કિંમત અંગેનો અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. આ સિવાય બીજી કંપનીઓ વેક્સિન ના કિંમત સંદર્ભે કેન્દ્ર સરકારના  પ્રતિસાદની રાહ જોઈ રહી છે. જોકે પ્રાપ્ત થયેલા સમાચાર મુજબ સિરમ ઈન્સટીટ્યુટ તેમની કોવિશિલ્ડ વેક્સિનને  સરકારી હોસ્પિટલમાં 400 રૂપિયા પ્રતિ ડોઝ અને ખાનગી હોસ્પિટલમાં 600 રૂપિયા પ્રતિ ડોઝ ની કિંમતે આપવાની છે.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત : રાજ્યમાં સક્રિય કેસનો આંકડો 7 લાખની નજીક પહોંચ્યો

   ઉલ્લેખનીય છે કે, દેશમાં અત્યાર સુધી 13 કરોડથી વધારે લોકોએ કરોના વેક્સિન લઈ લીધી છે.

Supreme Court Order: શિક્ષણ જગતમાં મોટી હલચલ: NCERT એ ધોરણ 8 ના અભ્યાસક્રમમાં કર્યો મોટો ફેરફાર! વિવાદિત પાઠ હટાવ્યો, સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ પુસ્તક પર પ્રતિબંધ
Weather Update: માર્ચની શરૂઆતમાં જ સૂર્યદેવના આકરા તેવર! હિમાચલમાં ‘લૂ’ ની ચેતવણી, ગુજરાત અને રાજસ્થાનમાં કાળઝાળ ગરમી વચ્ચે ગરમ પવનો ફૂંકાશે
Commercial LPG Shortage India: યુદ્ધની અસર હવે રસોડાથી સ્મશાન સુધી! ગેસ સપ્લાય ખોરવાતા બેંગલુરુ અને પુણેમાં હાહાકાર; કોમર્શિયલ ગેસના બાટલા માટે મચી પડાપડી.
LPG Rule Change: ઈરાન યુદ્ધની અસર હવે રસોડા સુધી! ગેસની અછત રોકવા સરકાર એક્શન મોડમાં; LPG સિલિન્ડરના બુકિંગ માટે નવો નિયમ લાગુ.
Exit mobile version